HomeAllપહેલીવાર ઓપરેશન સિંદૂર પર NSA અજિત ડોભાલનો ચોંકાવનારું નિવેદન

પહેલીવાર ઓપરેશન સિંદૂર પર NSA અજિત ડોભાલનો ચોંકાવનારું નિવેદન

રાષ્ટ્રીય: સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ઓપરેશન સિંદૂર અંગે પહેલી વખત આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભારતની ઉદારતા અને સહનશીલતાને નબળાઈ સમજવી મોટી ભૂલ હશે. તેમણે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે ત્યારે ભારત કડક નિર્ણય લેવા અને જરૂર પડે ત્યારે મોટું જોખમ ઉઠાવવાની ક્ષમતા ધરાવે છે. ડોભાલના જણાવ્યા અનુસાર, ઓપરેશન સિંદૂરનો મુખ્ય હેતુ પહલગામ આતંકી હુમલા સાથે જોડાયેલા આતંકી કેમ્પો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાનો હતો. ભારતે 7 મે, 2025ના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoK)માં આવેલા 9 આતંકી ઠેકાણાઓ પર ચોક્કસ હુમલા કર્યા હતા. સરકારે તેને નિયંત્રિત કાર્યવાહી ગણાવી હતી.

આ કાર્યવાહી 22 એપ્રિલ, 2025ના પહલગામ આતંકી હુમલા બાદ કરવામાં આવી હતી, જેમાં 26 લોકોનાં મોત થયા હતા. ત્યારબાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ વધ્યો અને 10 મે, 2025ના રોજ સાંજે 5 વાગ્યાથી જમીન, હવા અને સમુદ્રમાં સૈન્ય કાર્યવાહી રોકવા બંને દેશો વચ્ચે સહમતિ થઈ હતી. ડોભાલનું નિવેદન સ્પષ્ટ કરે છે કે ભારતની નીતિમાં સંયમ છે, પરંતુ જરૂર પડે ત્યારે જવાબ આપવાની ક્ષમતા પણ એટલી જ મજબૂત છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments