HomeAllરાજ્યના મહિલા ધારાસભ્યોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રક્ષાબંધન ભેટ : 28 કરોડ રૂપિયાની...

રાજ્યના મહિલા ધારાસભ્યોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રક્ષાબંધન ભેટ : 28 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર

શહેરી: ક્ષેત્રના 9 અને ગ્રામ્ય વિસ્તારના 5 મહિલા ધારાસભ્યોના વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી થશે વધુ સુદ્રઢ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને રક્ષાબંધન પર્વની એક મહત્વપૂર્ણ ભેટ રૂપે પોતાના વિસ્તારના વિકાસલક્ષી કામો માટે કુલ 28 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય વિધાનસભામાં જનપ્રતિનિધિત્વ કરતાં શહેરી ક્ષેત્રના નવ અને ગ્રામ્ય વિસ્તારના પાંચ મળી કુલ 14 મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને રૂપિયા 2 કરોડની ખાસ વિકાસલક્ષી ગ્રાન્ટ ફાળવવામાં આવશે. આ રકમનો ઉપયોગ જે-તે મતવિસ્તારોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે કરવામાં આવશે.

મહિલા ધારાસભ્યોને આપવામાં આવનારી આ વિશેષ ગ્રાન્ટથી પોતાના વિસ્તારની રોડ-રસ્તાની માળખાકીય સુવિધાઓની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી શકાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ જનહિતલક્ષી અભિગમના પરિણામે સંબંધિત મહિલા ધારાસભ્યોના મત ક્ષેત્રોમાં રોડ કનેક્ટિવિટી વધુ સરળ અને મજબૂત બનશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments