HomeAllમોરબી: ઘોડાધ્રોઈ ડેમ 80.10% ભરાતા તંત્ર એલર્ટ મોડમાં, નીચાણવાસના 10 ગામોને સાવચેતીની...

મોરબી: ઘોડાધ્રોઈ ડેમ 80.10% ભરાતા તંત્ર એલર્ટ મોડમાં, નીચાણવાસના 10 ગામોને સાવચેતીની સૂચના

મોરબી: મોરબી તાલુકાના જીકિયાળી ગામ નજીક આવેલ ઘોડાધ્રોઈ સિંચાઈ યોજનામાં પાણીની આવક સતત ચાલુ રહેતા ડેમમાં રૂલ લેવલ મુજબ 80.10 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ડેમમાં હાલ પણ પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઊભી થઈ શકે તેવી સ્થિતિને પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે મેસેજ નંબર NR-16 અંતર્ગત એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તંત્ર દ્વારા ઘોડાધ્રોઈ સિંચાઈ યોજનાના નીચાણવાસમાં આવેલા મોરબી અને માળિયા (મીં) તાલુકાના કુલ 10 ગામોના લોકોને તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને નદીના પટમાં અવરજવર ન કરવા તેમજ ડેમમાંથી પાણી છોડવામાં આવે તો કોઈપણ પ્રકારનું જોખમ ન સર્જાય તે માટે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

એલર્ટ હેઠળ મોરબી તાલુકાના જીકિયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર (મચ્છુ) અને રાપર ગામોનો સમાવેશ થાય છે. જ્યારે માળિયા (મીં) તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચિખલી ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

15 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 10:00 કલાકે નોંધાયેલી ડેમની સ્થિતિ મુજબ જળાશયનું લેવલ 97.30, પાણીનો કુલ જથ્થો 194.66 MCFT અને ડેમમાં પાણીની આવક 329 ક્યુસેક નોંધાઈ છે.

પાણીની આવક ચાલુ હોવાથી આગામી સમયમાં ડેમમાંથી વધારાનું પાણી નદીમાં છોડવાની શક્યતા જોતા નીચાણવાસના ગામોના લોકોને સતર્ક રહેવા, નદીના પટમાં ન જવા તથા તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments