HomeAllમોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેશ દ્વારા ચાલ સખી જીવી લઇએ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં ક્લબ-35 મહિલા વેલનેશ દ્વારા ચાલ સખી જીવી લઇએ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં: સંસ્કાર હોલ ખાતે ક્લબ-35 મહિલા વેલનેસ ક્લબ દ્વારા ચાલ સખી જીવી લઈએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહિલા સશક્તિકરણની થીમ પર આધારિત આ કાર્યક્રમમાં શહેરની 200 થી વધુ ઉત્સાહી મહિલાઓ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ધર્મિષ્ઠાબેન કડીવાર (એઇઆઇ વર્ગ-2 અધિકારી) અને સદભાવના હોસ્પિટલના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ. હેમાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ જણાવ્યું હતું કે, મહિલા હંમેશાં પરિવાર અને સંબંધોને પ્રથમ સ્થાને રાખતી હોય છે, પરંતુ પોતાના શારીરિક-માનસિક સ્વાસ્થ્ય અને સ્વ-વિકાસને પ્રાથમિકતા આપવી પણ એટલી જ જરૂરી છે.

જો એક મહિલા સ્વસ્થ અને સશક્ત હશે તો જ તે આખા પરિવારને સશક્ત બનાવી શકશે. તેમણે પોતાના જીવનના અનુભવો અને પ્રેરણાદાયી વિચારો ઉપસ્થિત બહેનો સાથે શેર કર્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments