
મોરબી : વર્ષ ૧૯૮૮થી ચાલતી સેવા પરંપરા અંતર્ગત ડી. સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ દ્વારા મોરબી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની જનતા માટે નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. AAA સિનિયર સીટીઝન ગ્રુપ-મોરબી દ્વારા આયોજિત આ કેમ્પ શ્રી વિશાશ્રિમાલી વાણિક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ પરિવાર આયોજિત ડી. સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ-૩, નવાડેલા રોડ, મોરબી ખાતે યોજાશે.

કેમ્પ દરમિયાન મુંબઈના કેન્સર નિષ્ણાત સર્જન ડો. વિક્રમભાઈ સંઘવી (M.S.) દ્વારા કેન્સરના દર્દીઓની તપાસ કરી યોગ્ય માર્ગદર્શન અને સારવાર અંગે સલાહ આપવામાં આવશે. તા. ૧૮/૧૦/૨૦૨૬, શનિવારે સાંજે ૪:૦૦થી ૭:૦૦ કલાક સુધી તેમજ તા. ૨૦/૧૦/૨૦૨૬, રવિવારે સવારે ૯:૦૦થી બપોરે ૧૨:૦૦ કલાક સુધી નિઃશુલ્ક તપાસની સુવિધા ઉપલબ્ધ રહેશે.

કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઇચ્છુક દર્દીઓએ અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણી માટે મયુરભાઈ વોરા મો. ૯૫૩૭૦૯૯૨૧૯ પર અગાઉથી સંપર્ક કરી નામ નોંધાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

દર્દીઓએ તપાસ માટે આવતી વખતે પોતાના અગાઉના તમામ તબીબી રિપોર્ટ, કેસ પેપર્સ તથા જરૂરી દસ્તાવેજો સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ટ્રસ્ટ તથા AAA સિનિયર સીટીઝન ગ્રુપ-મોરબી દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ જરૂરિયાતમંદ દર્દીઓ આ નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પનો લાભ લે તેવી મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ વિનોદરાય શાહ દ્વારા અપીલ કરવામાં આવી છે.





















