
રાજકોટ : 15 સપ્ટેમ્બર, ૨૦૨૬: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગની ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણી થશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના ડિપાર્ટમેન્ટ ઓફ લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સને ૫૦ વર્ષ પૂર્ણ થતાં વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ગોલ્ડન જયુબિલી વર્ષની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. આ સંદર્ભે આયોજન સમિતિની બેઠક રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રી બાબુભાઈ વૈદ્ય પુસ્તકાલય ખાતે પૂર્વ વિદ્યાર્થી પરિષદના વરિષ્ઠ વિદ્યાર્થી દિલીપભાઈ ભટ્ટના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી.

બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકા લાઇબ્રેરીના ચીફ લાઇબ્રેરિયન નરેન્દ્ર આરદેસણા, લાયબ્રેરી સાયન્સ વિભાગનાં ઇનચાર્જ અધ્યક્ષ ડૉ. નિધિબેન દિવેચા, આત્મીય યુનિવર્સિટીના લાઇબ્રેરિયન ડૉ. કિશોર સાકરિયા, ડૉ. વર્ષાબેન કાનાબાર, મેડિકલ કોલેજના ડૉ. રાજેશ ત્રિવેદી સહિત વિવિધ યુનિવર્સિટીઓના લાઇબ્રેરિયન તથા વિભાગના સ્થાનિક પૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણી અંતર્ગત ભવનના પૂર્વ ગુરુજનો અને શિક્ષકગણનું સન્માન, ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન તથા નિવૃત્ત લાઇબ્રેરિયન પૂર્વ વિદ્યાર્થીઓનું અભિવાદન કરવામાં આવશે. ઉપરાંત લાયબ્રેરી સાયન્સ વિષય પર રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન, અલ્યુમની એસોસિએશનની ડિરેક્ટરી તૈયાર કરવી, પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવો તેમજ ભવનની ૫૦ વર્ષની ગૌરવશાળી યાત્રાનું વિહંગાવલોકન કરતું સુવેનિયર પ્રકાશિત કરવાનો નિર્ણય લેવાયો છે.

વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે લાયબ્રેરી સાયન્સની NET, GSET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિનામૂલ્યે માર્ગદર્શન કેન્દ્ર તથા પુસ્તકાલય શરૂ કરવાની પણ યોજના તૈયાર કરવામાં આવી છે. દિલીપભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગની ૫૦ વર્ષની સફર જ્ઞાન, સાધના અને અનેક વિદ્યાર્થીઓના વ્યવસાયિક ઘડતરની અવિરત યાત્રા છે.

વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓ આજે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, ડૉ. સુભાષ યુનિવર્સિટી, આત્મીય યુનિવર્સિટી, ગતિશક્તિ યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, દર્શન યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, એસ.પી. યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં લાઇબ્રેરિયન તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતની વિવિધ કોલેજો, જાહેર જિલ્લા તથા તાલુકા પુસ્તકાલયો તેમજ વિદેશમાં પણ વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓ લાઇબ્રેરી ક્ષેત્રે સેવા આપી રહ્યા છે.

દેશ-વિદેશમાં કાર્યરત વિભાગના તમામ બેચના પૂર્વ વિદ્યાર્થીઓને એક મંચ પર એકત્ર કરી તેમના વ્યવસાયિક અનુભવોનું આદાન-પ્રદાન કરાવવું તથા ગ્રંથાલય વ્યવસાય ક્ષેત્રે સહકારભર્યા સંબંધો વધુ મજબૂત બનાવવા ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે. બેઠક દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ લાઇબ્રેરિયન ચંદ્રિકાબેન ધામેલિયા, ચીફ લાઇબ્રેરિયન નરેન્દ્રભાઈ આરદેસણા અને ડૉ. રાજેશ ત્રિવેદીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન દિપ્તી વાંકાણીએ કર્યું હતું. આયોજન બેઠકને સફળ બનાવવા આસીસ્ટન્ટ લાઇબ્રેરિયન સુનીલભાઈ દેત્રોજા, હિતેશભાઈ રાઠોડ સહિતના કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો. ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણીમાં જોડાવા ઇચ્છતા લાયબ્રેરી સાયન્સના પૂર્વ વિદ્યાર્થીઓને પૂર્વ વિદ્યાર્થી પરિષદમાં નોંધણી કરાવવા તથા વધુ માહિતી માટે દિલીપભાઈ ભટ્ટનો મોબાઇલ નંબર ૯૪૨૭૨૦૦૫૭૧ પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

મોરબી/રાજકોટ : ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગની ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણી થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના ડિપાર્ટમેન્ટ ઓફ લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સને ૫૦ વર્ષ પૂર્ણ થતાં વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન ગોલ્ડન જયુબિલી વર્ષની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે. આ સંદર્ભે આયોજન સમિતિની બેઠક રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રી બાબુભાઈ વૈદ્ય પુસ્તકાલય ખાતે પૂર્વ વિદ્યાર્થી પરિષદના વરિષ્ઠ વિદ્યાર્થી દિલીપભાઈ ભટ્ટના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી.

બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકા લાઇબ્રેરીના ચીફ લાઇબ્રેરિયન નરેન્દ્ર આરદેસણા, લાયબ્રેરી સાયન્સ વિભાગનાં ઇનચાર્જ અધ્યક્ષ ડૉ. નિધિબેન દિવેચા, આત્મીય યુનિવર્સિટીના લાઇબ્રેરિયન ડૉ. કિશોર સાકરિયા, ડૉ. વર્ષાબેન કાનાબાર, મેડિકલ કોલેજના ડૉ. રાજેશ ત્રિવેદી સહિત વિવિધ યુનિવર્સિટીઓના લાઇબ્રેરિયન તથા વિભાગના સ્થાનિક પૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણી અંતર્ગત ભવનના પૂર્વ ગુરુજનો અને શિક્ષકગણનું સન્માન, ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન તથા નિવૃત્ત લાઇબ્રેરિયન પૂર્વ વિદ્યાર્થીઓનું અભિવાદન કરવામાં આવશે. ઉપરાંત લાયબ્રેરી સાયન્સ વિષય પર રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન, અલ્યુમની એસોસિએશનની ડિરેક્ટરી તૈયાર કરવી, પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવો તેમજ ભવનની ૫૦ વર્ષની ગૌરવશાળી યાત્રાનું વિહંગાવલોકન કરતું સુવેનિયર પ્રકાશિત કરવાનો નિર્ણય લેવાયો છે.

વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ માટે લાયબ્રેરી સાયન્સની NET, GSET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિનામૂલ્યે માર્ગદર્શન કેન્દ્ર તથા પુસ્તકાલય શરૂ કરવાની પણ યોજના તૈયાર કરવામાં આવી છે.

દિલીપભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, લાયબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ વિભાગની ૫૦ વર્ષની સફર જ્ઞાન, સાધના અને અનેક વિદ્યાર્થીઓના વ્યવસાયિક ઘડતરની અવિરત યાત્રા છે. વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓ આજે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, ડૉ. સુભાષ યુનિવર્સિટી, આત્મીય યુનિવર્સિટી, ગતિશક્તિ યુનિવર્સિટી, આર.કે. યુનિવર્સિટી, દર્શન યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, એસ.પી. યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં લાઇબ્રેરિયન તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતની વિવિધ કોલેજો, જાહેર જિલ્લા તથા તાલુકા પુસ્તકાલયો તેમજ વિદેશમાં પણ વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓ લાઇબ્રેરી ક્ષેત્રે સેવા આપી રહ્યા છે.

દેશ-વિદેશમાં કાર્યરત વિભાગના તમામ બેચના પૂર્વ વિદ્યાર્થીઓને એક મંચ પર એકત્ર કરી તેમના વ્યવસાયિક અનુભવોનું આદાન-પ્રદાન કરાવવું તથા ગ્રંથાલય વ્યવસાય ક્ષેત્રે સહકારભર્યા સંબંધો વધુ મજબૂત બનાવવા ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે.

બેઠક દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ લાઇબ્રેરિયન ચંદ્રિકાબેન ધામેલિયા, ચીફ લાઇબ્રેરિયન નરેન્દ્રભાઈ આરદેસણા અને ડૉ. રાજેશ ત્રિવેદીએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન દિપ્તી વાંકાણીએ કર્યું હતું. આયોજન બેઠકને સફળ બનાવવા આસીસ્ટન્ટ લાઇબ્રેરિયન સુનીલભાઈ દેત્રોજા, હિતેશભાઈ રાઠોડ સહિતના કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો.

ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણીમાં જોડાવા ઇચ્છતા લાયબ્રેરી સાયન્સના પૂર્વ વિદ્યાર્થીઓને પૂર્વ વિદ્યાર્થી પરિષદમાં નોંધણી કરાવવા તથા વધુ માહિતી માટે દિલીપભાઈ ભટ્ટનો મોબાઇલ નંબર ૯૪૨૭૨૦૦૫૭૧ પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.










