HomeAllમોરબીમાં દરજી જ્ઞાતિ દ્વારા ‘જ્ઞાતિ મનોરથ’નું આયોજન, મોટી સંખ્યામાં જ્ઞાતિજનો બન્યા મહાપ્રસાદના...

મોરબીમાં દરજી જ્ઞાતિ દ્વારા ‘જ્ઞાતિ મનોરથ’નું આયોજન, મોટી સંખ્યામાં જ્ઞાતિજનો બન્યા મહાપ્રસાદના સહભાગી

મોરબી: લખધીરવાસ સ્થિત દરજી જ્ઞાતિની વાડી ખાતે 20 સપ્ટેમ્બર 2026ના રોજ બ્રહ્માણી માતાજીની પ્રેરણાથી ‘જ્ઞાતિ મનોરથ’ અંતર્ગત સમૂહ ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરતભાઈ કરશનભાઈ સોલંકી અને મધુમતીબેન ભરતભાઈ સોલંકી (સોલંકી પરિવાર, મધડીયા) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોરબીના દરજી જ્ઞાતિના બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો.

મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ (A/32-મોરબી)ના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. સમગ્ર આયોજન દરમિયાન જ્ઞાતિમાં સામાજિક એકતા, પરસ્પર સ્નેહ અને સેવાભાવનો માહોલ જોવા મળ્યો હતો.

કાર્યક્રમના અંતે મચ્છુ કઠિયા સઈ સુતાર જ્ઞાતિના ટ્રસ્ટી મંડળના પ્રમુખ દીપકભાઈ રાઠોડ, ઉપપ્રમુખ નિયોગભાઈ રાઠોડ સહિત ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા આયોજક ભરતભાઈ સોલંકી અને મધુમતીબેન સોલંકીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

જ્ઞાતિના હિત અને ઉત્કર્ષ માટે સેવાકીય તથા સામાજિક પ્રવૃત્તિઓમાં યોગદાન આપનાર દાતા પરિવારની કામગીરીને ટ્રસ્ટી મંડળ દ્વારા બિરદાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ‘જ્ઞાતિ મનોરથ’ જેવા આયોજનો થકી સમાજમાં એકતા, ભાઈચારો અને સેવાભાવને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments