HomeAll‘ભારત કોઈ અન્ય દેશના દબાણમાં નિર્ણયો લેશે નહીં, નાગરિકોનું હિત જ સર્વોપરી...’,...

‘ભારત કોઈ અન્ય દેશના દબાણમાં નિર્ણયો લેશે નહીં, નાગરિકોનું હિત જ સર્વોપરી…’, અમેરિકાની ટેરિફ નીતિ ભારતનો સ્પષ્ટ સંદેશ

નવી: દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રશિયા પર પ્રતિબંધો લાદતા નવા કાયદા પર હસ્તાક્ષર કર્યા બાદ ભારત પર તેની સંભવિત અસરને લઈને કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહે ભારત સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહેએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારત એક સ્વતંત્ર વિદેશ નીતિનું પાલન કરે છે અને દેશના લોકોના કલ્યાણ તથા આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને જ તમામ નિર્ણયો લેશે.અમેરિકાના કાયદાની ભારત અને ચીન પર અસર

વધારે વિગતે વાત કરવામાં આવે તો, વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા અધિકૃત નિવેદન અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઈરાન પર કડક પ્રતિબંધો લાદતા બિલને મંજૂરી આપીને કાયદાનું રૂપ આપ્યું છે. આ નવા કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયા પાસેથી એનર્જી અને ક્રૂડ ઓઈલ ખરીદતા મુખ્ય દેશો ખાસ કરીને ભારત અને ચીન પર ભારે ટેરિફ અને આર્થિક ચાર્જ લાદવાનો છે, જેથી મોસ્કોની આવક પર અંકુશ લગાવી શકાય.દેશના નાગરિકો અમારી સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા

અમેરિકાના આ પગલાં અંગે પ્રતિક્રિયા આપતા વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે, ‘ભારતના નાગરિકો અમારી સરકારની સૌથી પહેલી પ્રાથમિકતા છે. દેશની જનતાને ફાયદો થાય તેવા દરેક જરૂરી પગલાં અમે ચોક્કસ ઉઠાવીશું. ભારત પોતાના નિર્ણયો કોઈ અન્ય દેશના નિર્દેશો કે દબાણ હેઠળ લેતું નથી.

દેશની આર્થિક મજબૂતી અને સ્થિરતા જાળવી રાખવા માટે અમે નિર્ણાયક પગલાં લેતા રહીશું’ : વધુમાં કીર્તિ વર્ધન સિંહેએ કહ્યું કે, ભારત પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ પર મક્કમ છે અને કોઈપણ અન્ય દેશના કહેવાથી કોઈ ચોક્કસ જૂથ કે જૂથબંધીમાં સામેલ થવાને બદલે માત્ર પોતાના રાષ્ટ્રીય હિતો માટે કામ કરે છે. અમેરિકા દ્વારા લાદવામાં આવી રહેલા ઊંચા ટેરિફ અંગે ભારતના વલણનો પુનરોચ્ચાર કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત આ પ્રકારના ટેરિફને હંમેશાં અન્યાયી અને અયોગ્ય માનતું આવ્યું છે. ભારતની ઊર્જાની જરૂરિયાતો અંગે કહ્યું કે, ‘અમે અમારા દેશ અને લોકો માટે ઊર્જા ત્યાંથી મેળવીશું જ્યાંથી અમને વ્યાવસાયિક રીતે લાભદાયક અને પરવડે તેવા વિકલ્પો મળી રહેશે’

RELATED ARTICLES

Most Popular

Recent Comments