HomeAllસાંસદ પૂનમબેન માડમના જન્મદિવસે થયેલ આયોજનને મળી સફળતા, 1725 રકતદાતાઓ રક્તદાન કર્યું...

સાંસદ પૂનમબેન માડમના જન્મદિવસે થયેલ આયોજનને મળી સફળતા, 1725 રકતદાતાઓ રક્તદાન કર્યું તો 8500 થી વધુ લોકોએ સર્વરોગ નિદાન કેમ્પનો લીધો લાભ

જામનગર: : તબીબી સારવાર અને વિશેષ સેવાઓ એ હાલના સમયની તાતી માંગ છે, જે જન જનને તંદુરસ્ત અને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનું બળ પુરૂ પાડી જન જનને એક સુખદ અનુભૂતિનો અહેસાસ કરાવે છે આ બાબતનુ હાર્દ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો દ્રઢ સંકલ્પની પ્રેરણા આપનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રેરકબળથી જામનગર લોકસભાના સાંસદ પૂનમબેન માડમએ જામનગરમાં જાહેર જનતા માટે સર્વરોગ નિદાન સારવારનો નિશુલ્ક મેગા કેમ્પ અને રકતદાન શિબિરનું સુંદર આયોજન કરાયું હતું. ઓશવાળ સેંટર જામનગર ખાતે આ સુદ્રઢ આયોજનથી મહા “હેલ્થ મેલા” સમાન માહોલ બની રહ્યો હતો કેમકે નિદાન સારવાર અને તમામ દવાઓ વિનામુલ્યે પુરી પાડવાના આ સેવાયજ્ઞનો જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપરાંત શહેરના ૮૫૦૦ થી વધુ નાગરીકોએ બહોળી સંખ્યામા લાભ લીધો હતો. ઓશવાળ સેંટર ખાતે યોજાયેલ રકતદાન શિબિરમાં જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સેવા ભાવિ નાગરિકો, યુવાનો, મહિલાઑ રકતદાન માટે ઉમટયા હતા.

જેમાં 1725 જેટલા રક્તદાતાઑએ રકતદાન કર્યું હતું. જામનગર જી. જી. હોસ્પિટલ અને ખંભાળિયા સિવિલ હોસ્પિટલના બ્લડ બેંકના સ્ટાફએ રક્ત એકત્ર કરવાની સરાહનીય કામગીરી બજાવી હતી. તેમજ એકંદરે ડોકટર્સ- પેરામેડીકોઝ- સ્વયંસેવકો- સહયોગીઓ સહિત સૌની પ્રસંશનીય અને સમર્પિત સેવાથી સૌ દર્દીનારાયણએ સેવા અને સંતોષની અનન્ય અનુભૂતિ કરી આ કેમ્પને એક આશીર્વાદ સમાન ગણાવ્યો હતો.

આ કેમ્પમાં જનરલ ફિઝીશીયન, કાન- નાક-ગળાના નિષ્ણાંત, આંખ, ચામડી, હાડકા, બાળરોગ, સ્ત્રીરોગ, મગજ અને જ્ઞાનતંતુ, જનરલ રોગો ના રાજકોટ ની સેનરર્જી હોસ્પિટલ, વોકહાર્ટ, સ્ટર્લીંગ હોસ્પિટલ તથા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા ના નામાંકિત નિષ્ણાત અને સર્જન જેવા વિવિધ વિભાગોમાં 50-જેટલા નિષ્ણાંત ડોક્ટરઓએ સેવાઓ આપી હતી. બહોળી સંખ્યામાં ઉપસ્થિત દર્દીઓનું નિદાન કરી, નિઃશુલ્ક જરૂરી દવાઓ આપવામાં આવી હતી. ભારતના વિશેષ ઉજ્જવળ ભાવિ સમાન શાળાના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનયજ્ઞને આગળ ધપાવવાની સાથે સાથે પીવાના શુધ્ધ અને ઠંડા પાણીની સુવિધાઓ મહત્વ ધરાવે છે ત્યારે વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનીક્સ પ્રા. લિ.

દ્વારા સામાજિક ઉતરદાયિત્વ ફરજના ભાગરૂપે આજે જામનગર અને દેવભૂમિ દ્વારકા અને મોરબી તાલુકા ના આમરણ વિસ્તાર ની વિવિધ 212 પ્રાથમિક અને માદયમિક શાળાઓ માટે વોટર પ્યોરીફાયર સાથે ના વોટર કુલર અને વિવિધ 40 કન્યા છાત્રાલયો તેમજ સેવાભાવી સંસ્થાઓમાં 250 આર. ઓ. તથા 130 એરકન્ડીશનર સાધનોનું સંસદસભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા હતા જે માટે વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનીક્સ પ્રા. લિ. દ્વારા સાંસદ પૂનમબેનની પ્રેરણાથી સામાજિક ફરજના ભાગરૂપે સેવાકીય કાર્ય હાથ ધરાયું હતુ.

આ પહેલા પણ શાળાઓ, કન્યા છાત્રાલયો અને સંસ્થાઓમાં 326 આર. ઓ. કમ વોટર કુલર અને વોટર પ્યુરીફાયર સાધનો આપવામાં આવ્યા છે. બાળકો ડીજીટલ શિક્ષણમાં આગળ વધે તે માટે 200 કમ્યુટર સીસ્ટમ આપવામાં આવી છે. અને આપણી દીકરીઓને છાત્રાલયોમાં સારું અને આરામદાયક વાતાવરણ મળે તે માટે 60 એરકન્ડીશનરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સાથે સાથે જરૂરિયાત સમયે લોકોની મદદ માટે એમ્બ્યુલન્સ અને અંતિમયાત્રા માટે બસો પણ સમાજ ને સમર્પિત કરવામાં આવી છે. આ આયોજનના દિવસે સાંસદ પુનમબેન માડમનો જન્મદિવસ હોવાથી તેઓને શુભેચ્છાઓં આશીર્વાદ આપવા માટે આંણદાબાવા સંસ્થાના સંત દેવપ્રસાદજી મહારાજ, ખિજડા મંદિરના પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજ, સ્વામીનારાયણ મંદિરના સ્વામી ચત્રભુજદાસજી અને પૂજય રસાદરાયજી બાવા, સંતોએ તેમના ઉદબોધનમાં પૂનમબેનને આશીર્વચન પાઠવી તેમના સેવા કાર્યોને બિરદાવ્યા હતા. તેમજ આ પ્રંસગે દિલ્હી સ્થિત વિસ્ટા કન્સોલ્સ ઇલેક્ટ્રોનીક્સ પ્રા.

લિ ના પ્રોડક્શન હેડ તુષાર આહ્યા, રીલાયન્સ ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી, જામનગર મેયર મોનિકા વ્યાસ, ધારાસભ્યઓ રાઘવજી પટેલ, મુળુ બેરા, દિવ્યેશ અકબરી, મેઘજી ચાવડા અને જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથીયા, જામનગર શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી, જીલ્લા ભાજપ અધ્યક્ષ વિનુભાઈ ભંડેરી અને જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના જુદી-જુદી સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓ, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સદસ્યઓ, સરપંચઓ, નગરપાલિકાઓના ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, વિવિધ અનેક સંસ્થાઓ, એન. જી. ઓ.

સંગઠનોના હોદેદારો તથા બહોળી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહી સાંસદને જન્મદિવસની ઉમળકાભેર લાગણીસભર શુભેચ્છાઓ પાઠવી હતી, ઉપસ્થિત સૌના ઉત્સાહ અને આશીર્વાદ લાગણીને હ્રદયપુર્વક સંસદસભ્ય પૂનમબેન માડમએ આવકારી સૌનો આભાર પ્રગટ કર્યો હતો. અત્રે વિશેષરૂપે ઉલ્લેખનીય છે, કે સેવા- સમર્પણ- સંરક્ષણથી રાષ્ટ્રને અવિરત ધબકતુ રાખવાના અને નિત્ય અમૃત ઉત્સવના હિમાયતી, આપના સૌના હૃદયસમ્રાટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના નિમિતે યોજાયેલ આ મેગા સર્વરોગ નિદાન કેમ્પને પ્રચંડ જનસમર્થન મળ્યું હતુ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments