
મંગળવારે: રાત્રે 10 કલાકે અવની ચોકડી પાસે કાર્યક્રમ યોજાશે: રાવણ દહન પૂર્વે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે

મોરબીમાં અસત્ય પર સત્યની જીતના પવિત્ર પર્વ વિજયાદશમી (દશેરા) નિમિત્તે જય અંબે ગરબી મંડળ દ્વારા શહેરના સૌથી વિશાળ 50 ફૂટના રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 20-10-2026 ને મંગળવારના રોજ રાત્રે 10:00 કલાકે કેનાલ રોડ પર અવની ચોકડી પાસે, સન ફ્લોરાની સામે આવેલા જય અંબે નગર ખાતે આ ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત રાવણ દહન પૂર્વે એક ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા જય અંબે ગરબી ગ્રાઉન્ડથી શરૂ થઈને અવની ચોકડી, બાપા સીતારામ ચોક, રવાપર ચોક થઈને પરત અવની ચોકડી પહોંચી જય અંબે નગર સોસાયટીમાં આવેલા રાવણ દહન ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે. અધર્મના દહન અને ધર્મની જ્યોત પ્રગટાવવાના આ પાવન અવસરે કાર્યક્રમ નિહાળવા મોરબીની ધર્મપ્રેમી જનતાને સહપરિવાર ઉપસ્થિત રહેવા જય અંબે ગરબી મંડળ દ્વારા હાર્દિક જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


























