HomeAllબી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાલે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન :...

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે કાલે મહંતસ્વામી મહારાજનું મોરબીમાં આગમન : ઉત્સાહ

મોરબી મોરબી શહેરના આંગણે નવનિર્મિત ભવ્ય અને દિવ્ય બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

આ ઐતિહાસિક અવસરે મંદિરના પ્રાણપ્રદાતા અને સર્જક મહંતસ્વામી મહારાજ કાલે તા. 20 ઓક્ટોબર, મંગળવારના રોજ સવારે 9:00 કલાકે મોરબી આવી રહ્યા છે. મોરબી મંદિરના સર્જક મહંતસ્વામી મહારાજના આગમનને વધાવવા માટે સમગ્ર પંથકના હરિભક્તો અને નાગરિકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને તેઓનું અત્યંત હર્ષોલ્લાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અને મહંતસ્વામી મહારાજ તા.

20 ઓક્ટોબરથી તા. 4 નવેમ્બર, 2026 સુધી મોરબીમાં રોકાણ કરીને ભક્તોને દર્શન અને આશીર્વાદનો અમૂલ્ય લાભ આપશે. વધુયમ આયોજકોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, કાલે સવારે 9:00 કલાકે મોરબીમાં આવશે, તા 23 ઓક્ટોબરે સવારે 7:30થી 12:00 દરમિયાન ’વિશ્વશાંતિ મહાયજ્ઞ-1’ અને સાંજે 5:00 થી 8:00 દરમિયાન ’સ્વાગત સમારોહ અને અભિવાદન સમારોહ યોજાશે. ત્યાર બાદ તા. 24 સવારે 7:30 થી 12:00 દરમિયાન ’વિશ્વશાંતિ મહાયજ્ઞ-2’ અને સાંજે ભવ્ય ’ઠાકોરજીની શોભાયાત્રા’ નીકળશે, તા.

25 ઓક્ટોબરે સવારે 9:00 થી 1:00 દરમિયાન મહંતસ્વામી મહારાજના વરદ્ હસ્તે ’મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ’ તથા સાંજે 5:00 થી 8:00 દરમિયાન ભવ્ય ’મંદિર લોકાર્પણ સમારોહ અને શરદ પૂર્ણિમા સભા’ યોજાશે. તા. 28થી 2 નવેમ્બર સુધી દરરોજ સવારે 6:00 થી 8:00 દરમિયાન સ્વામીશ્રીના ’પ્રાત:પૂજા દર્શન’ અને સાંજે 5:00 થી 8:00 દરમિયાન ’સાંય સત્સંગ સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો’ યોજાશે .

અને તા. 2 નવેમ્બરે સાંજે ’વિરાટ મહિલા સંમેલન’ પણ યોજાશે. બાદ મહંતસ્વામી મહારાજની મોરબીથી ભાવભરી વિદાય થશે. આમ મોરબીના આંગણે 16 દિવસ સુધી વહેનારી આ ભક્તિ, સત્સંગ અને સંસ્કૃતિની ભાગીરથીમાં જોડાવા માટે સમગ્ર મોરબીની ધર્મપ્રેમી જનતાને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments