HomeAllમોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 200 કન્યાઓનું પૂજન, ભેટ અર્પણ કરી નારીશક્તિનું...

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 200 કન્યાઓનું પૂજન, ભેટ અર્પણ કરી નારીશક્તિનું સન્માન

મોરબી, 19 ઓક્ટોબર 2026: નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે મોરબી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિવિધ સેવા વસ્તીઓમાં આયોજિત ગરબી મહોત્સવ દરમિયાન કન્યા પૂજનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ધાર્મિક અને સેવાભાવી આયોજનમાં અંદાજે 200 કન્યાઓનું પૂજન કરીને ભારતીય સંસ્કૃતિમાં નારીશક્તિના મહત્ત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું.

નવરાત્રિ દરમિયાન દેવી શક્તિની આરાધના સાથે કન્યાઓને શક્તિ સ્વરૂપ માનીને તેમનું પૂજન કરવાની પરંપરાને અનુરૂપ ઉપસ્થિત કન્યાઓને તિલક કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કન્યાઓના આશીર્વાદ મેળવી તેમને ભેટ સ્વરૂપે લાણી અર્પણ કરવામાં આવી હતી.

ધાર્મિક પરંપરાનું જતન, ભારતીય સંસ્કારોનું સંવર્ધન અને સમાજમાં નારીશક્તિ પ્રત્યે આદરભાવ વધારવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ભક્તિ સાથે સેવાભાવનો પણ સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સેવા વસ્તીઓમાં યોજાયેલા આ કન્યા પૂજનના કાર્યક્રમ થકી સામાજિક સમરસતા, ધાર્મિક સંસ્કારો અને સેવા પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments