HomeAllમોરબીમાં રાજ્યમંત્રી, સાંસદ સહિતનાઓની હાજરીમાં શક્તિ ચોક ગરબી ખાતે 5100 દિવડા પ્રગટાવી...

મોરબીમાં રાજ્યમંત્રી, સાંસદ સહિતનાઓની હાજરીમાં શક્તિ ચોક ગરબી ખાતે 5100 દિવડા પ્રગટાવી રાજમાતા વિજય કુંવરબા સાહેબને અપાઈ શ્રદ્ધાંજલિ

મોરબીના: રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચ મહાભૂતમાં વિલીન થયા છે ત્યારે શક્તિ ચોક ગરબી મંડળ ખાતે રાજ્યમંત્રી, સાંસદ અને ગરબીની બાળાઓ સહિત નગરજનો દ્વારા 5100 દીવડા પ્રગટાવીને રાજમાતા વિજય કુંવરબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું નિધન થતાં રાજવી પરિવારના સ્મશાન ઘાટ ખાતે તેઓની અંતિમક્રિયા કરવામાં આવી હતી.અને તેઓ પંચ મહાભૂતમાં વિલીન થયા છે ત્યારે શક્તિ ચોક ગરબી ખાતે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના મહામંત્રી અરવિંદભાઈ વાસદડિયા અને તપનભાઈ દવે તેમજ મોરબી શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ જયદીપભાઇ કાંડિયા, પાલિકાના માજી સભ્ય પ્રભુભાઈ ભૂત, જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી મહાવીર સિંહ જાડેજા તથા સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનોની હાજરીમાં 5100 દીવડા પ્રગટાવીને મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબને મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેના માટે સહુ કોઈએ માતાજીને પ્રાર્થના કરી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments