
મોરબીના: મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના મહા મંડલેશ્વર રત્નેશ્વરીદેવી (ગુરૂ મહંત ભાવેશ્વરી માતાજી)ના જન્મદિવસ નિમિત્તે કાલિકાનગરના પ્રાથમિક શાળામાં બાળકોને સ્કુલ બેગ અર્પણ કરવામાં આવી હતી.અને ત્યાં વૃક્ષારોપણ કરાયું હતું તેમજ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા આ ઉપરાંત મહંત ભુપત બાપુ (કાગદડી) તેમજ મકવાણા પરિવાર દ્વારા પણ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સંતો મહંતો, ભાવિક ભક્તો સહિતનાઓ દ્વારા તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ આપવામાં આવી હતી તેવી માહિતી મુકેશ ભગત દ્વારા આપવામાં આવેલ છે.



























