
દર: વર્ષે આશ્વિન સુદ દશમના દિવસે વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર અસત્ય પર સત્યની અને ખરાબ પર સારી બાબતોની જીતનું પ્રતીક માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન રામે રાવણનો વધ કરીને માતા સીતાને તેની કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. આ જ કારણસર દર વર્ષે વિજયાદશમી પર રાવણનું પુતળું દહન કરવામાં આવે છે. જો કે આ વખતે રાવણ દહનની તારીખને લઈને ઘણી મૂંઝવણ છે. કોઈ 20 ઓક્ટોબર તો કોઈ 21 ઓક્ટોબરના રોજ દશેરા હોવાનું કહી રહ્યું છે. તો જાણો સાચી તારીખ અને રાવણ દહનનું ઉત્તમ મુહૂર્ત

20 ઓક્ટોબર બપોરે 12:50 વાગ્યે શરૂ થશે વિજયાદશમી : હિન્દુ પંચાંગ મુજબ, આશ્વિન સુદ દશમ તિથિ 20 ઓક્ટોબરે બપોરે 12:50 વાગ્યે શરૂ થશે. તેની સમાપ્તિ 21 ઓક્ટોબરે બપોરે 2:11 વાગ્યે થશે. ઉદયતિથિના આધારે દશેરાનો તહેવાર 20 ઓક્ટોબર, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દેશના અનેક ભાગોમાં રાવણનું પુતળું દહન કરવામાં આવે છે. જ્યારે બંગાળ સહિત અનેક અન્ય જગ્યાઓ પર માં દુર્ગાની પ્રતિમાનું વિસર્જન પણ કરવામાં આવે છે.

દશેરાના દિવસે વિજય મુહૂર્તને પૂજા-પાઠ માટે શુભ માનવામાં આવે છે. આ અવસરે શ્રદ્ધાળુઓ ભગવાન રામ, માં દુર્ગા અને શસ્ત્રોની પૂજા કરે છે. પંચાંગ અનુસાર, 20 ઓક્ટોબરે વિજય મુહૂર્ત બપોરે 1:59 વાગ્યેથી લઈને બપોરે 2:45 વાગ્યા સુધી રહેશે. આ સમય શસ્ત્ર પૂજન માટે શુભ છે. આ ઉપરાંત રાવણ દહનનું શુભ મુહૂર્ત સાંજે 05:47 વાગ્યેથી લઈને રાત્રે 08:23 વાગ્યાની વચ્ચે રહેશે. કેમ રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે?


દશેરા પર રાવણનું પુતળું દહન ખરાબ પર સારી બાબતોની જીતના પ્રતીક તરીકે કરવામાં આવે છે. રાવણ એક શક્તિશાળી રાજા અને વિદ્વાન પંડિત હોવાની સાથે-સાથે અહંકારી પણ હતો. રાવણનો અહંકાર જ તેના વિનાશનું કારણ બન્યો. રાવણના દસ માથાને પ્રતીકાત્મક રીતે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર અને બીજી ખરાબીઓ સાથે જોડીને જોવામાં આવે છે. રાવણ દહન એ વાતની યાદ અપાવે છે કે શક્તિ અને જ્ઞાન હોવા છતાં ખોટા કર્મોનું પરિણામ ભયાનક હોઈ શકે છે.

વાસ્તવમાં રાવણ દહનનો સાચો સંદેશ માત્ર એક પુતળું સળગાવવાનો નથી, પરંતુ માનવીની અંદર રહેલા અહંકાર, ક્રોધ, લોભ અને અન્ય ખરાબ આદતોનો નાશ કરવાનો સંકલ્પ લેવાનો છે. આ જ કારણ છે કે દર વર્ષે દશેરા પર રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પુતળા સળગાવવામાં આવે છે. અધર્મમાં સાથ દેનાર પુત્ર મેઘનાદ અને ભાઈ કુંભકર્ણનું પણ દહન : કુંભકર્ણ રાવણનો ભાઈ હતો. તે તેના વિશાળ શરીર અને લાંબા સમય સુધી ઊંઘવા માટે જાણીતો હતો. લંકા યુદ્ધમાં તે રાવણની તરફથી લડ્યો, પરંતુ ભગવાન શ્રીરામે તેનો વધ કર્યો.

બીજી તરફ, મેઘનાદ રાવણનો પુત્ર હતો, જેને ઇન્દ્રજીત પણ કહેવામાં આવતો હતો. તે તેની માયાવી શક્તિઓ અને યુદ્ધ કૌશલ્ય માટે પ્રખ્યાત હતો. યુદ્ધ દરમિયાન લક્ષ્મણે તેનો વધ કર્યો. દશેરા પર કુંભકર્ણ અને મેઘનાદના પુતળા સળગાવવા એ પણ અસત્ય પર સત્યની જીત અને અધર્મના અંતનું પ્રતીક છે. કેવી રીતે કરવી શસ્ત્ર પૂજા?

દશેરાના દિવસે કરવામાં આવતી આયુધ પૂજાને પરાક્રમ, સુરક્ષા અને શક્તિનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂજા સ્થળની સાફ- સફાઈ કરો. આસો માસની શુક્લ પક્ષની દશમીના દિવસે પહેલા અપરાજિતાની પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ બધા શસ્ત્રો, ઓજારો, વાહનો અને સાધનો, જેમ કે તલવારો, બંદૂકો, ધનુષ્ય અને તીર, વાહનો તેમજ મશીનરીને સાફ કરો અને તેમને સ્વચ્છ કપડા પર વ્યવસ્થિત રીતે ગોઠવો. એ પછી તેમના પર ગંગા જળ છાંટો, હળદર, ચંદનથી તિલક કરીને ચોખા લગાવો અને ફૂલો અર્પણ કરો.

શસ્ત્રો પર પવિત્ર દોરો બાંધો. આ સમય દરમિયાન, ‘શસ્ત્ર દેવતા પૂજાનમ, રક્ષાકર્તા પૂજાનમ’ મંત્રનો જાપ કરો. આ પછી દીવો પ્રગટાવો અને દેવી માતાનું ધ્યાન કરતી વખતે ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો. આ મંત્રનો જાપ કરો: ‘ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડયે વિચ્ચે.

‘ ત્યાર બાદ આરતી કરો. હવે, બંને હાથ વડે દેવી કાલીનું ધ્યાન કરો અને તમારા પરિવારની રક્ષા અને તમારા કાર્યમાં પ્રગતિ માટે પ્રાર્થના કરો. શસ્ત્ર પૂજાનું મહત્ત્વ : ભારતમાં આદિકાળથી શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા પ્રચલિત છે. પ્રાચીન કાળમાં રાજા- મહારાજાઓ અને સમ્રાટો વિશાળ શસ્ત્ર પૂજા કરતા હતા. આ દિવસે સેનામાં પણ શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે.

પ્રાચીન કાળમાં રાજાઓ આ દિવસે સરહદ પાર કરતા હતા. એવું કહેવાય છે કે, શસ્ત્રોની પૂજા કરવાથી વ્યક્તિની હિંમત અને શક્તિ વધે છે, અને કાર્યસ્થળમાં સફળતા અને સમૃદ્ધિ આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર વાહનોને દેવી કાલીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે એવું કહેવામાં આવે છે કે, પોતાના પ્રસનલ વાહનોની પૂજા કરવાથી દુર્ઘટનાનું જોખમ દૂર થાય છે. શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા : ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે એક સમય એવો આવ્યો જ્યારે મહિષાસુર નામના શક્તિશાળી રાક્ષસે સ્વર્ગ પર કબજો કર્યો.


દેવતાઓએ શક્તિનું આહ્વાન કર્યું. બધાની અરજ સાંભળીને દેવી પ્રગટ થયા. ત્યારબાદ દેવતાઓએ દુષ્ટ મહિષાસુરને હરાવવા માટે દેવીને પોતાના શસ્ત્રો આપ્યા, જેનાથી દેવીએ મહિષાસુરનો વધ કર્યો. આ યુદ્ધમાં દેવતાઓના શસ્ત્રો અત્યંત ઉપયોગી સાબિત થયા. એટલે નવરાત્રિનો અંતિમ દિવસ આયુધ પૂજાની વિધિનું વિધાન છે.















