ટંકારા અને હળવદ તાલુકાનાં વિવિધ ગામોમાં ૨૨થી ૨૯ ઓક્ટોબર દરમિયાન ગામવાર કેમ્પનું આયોજન

૧૯ ઓક્ટોબર, ૨૦૨૬: મોરબી જિલ્લામાં ભૂમિ સીમાંકન યોજના અંતર્ગત પ્રોમોલગેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જમીનના રેકોર્ડમાં રહી ગયેલી ક્ષતિઓના સુધારા અને અરજીઓના નિકાલ માટે વિશેષ કેમ્પ યોજવામાં આવશે. ટંકારા અને હળવદ તાલુકાનાં વિવિધ ગામોમાં યોજાનારા આ કેમ્પમાં જમીનધારકો અને ખેડૂતોને ક્ષતિ સુધારા માટેની અરજીઓ રજૂ કરવાની તક મળશે.

રાજ્યમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) અંતર્ગત ખેતીની જમીનના રેકોર્ડને અદ્યતન, ચોક્કસ અને સરળતાથી ઉપલબ્ધ બનાવી શકાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન સર્વે નંબરોમાં રહી ગયેલી ભૂલો અને અન્ય ક્ષતિઓનું નિરાકરણ લાવવા સરકારના દિશાનિર્દેશ મુજબ મોરબી જિલ્લામાં આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારા તાલુકામાં યોજાનારા કેમ્પનું સમયપત્રક


૨૨ ઓક્ટોબર – ખાખરા, ૨૩ ઓક્ટોબર – ગજડી, ૨૬ ઓક્ટોબર – દેવળીયા, ૨૭ ઓક્ટોબર – ધ્રોળીયા, ૨૮ ઓક્ટોબર – રાજાવડ, ૨૯ ઓક્ટોબર – સખપર,

હળવદ તાલુકામાં યોજાનારા કેમ્પનું સમયપત્રક

૨૨ ઓક્ટોબર – જૂના અમરાપર, ૨૩ ઓક્ટોબર – પલાસણ, ૨૬ ઓક્ટોબર – રાયધ્રા, સંબંધિત ગામોમાં જમીનનું નવું પ્રોમોલગેશન પૂર્ણ થયા બાદ સર્વે નંબરોમાં કોઈ ક્ષતિ કે ભૂલ રહી ગઈ હોય તેવા જમીનધારકો અને ખેડૂતોને નિર્ધારિત તારીખે યોજાનારા કેમ્પમાં હાજર રહી પોતાની અરજી રજૂ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કામગીરીથી જમીનના રેકોર્ડમાં રહેલી ક્ષતિઓનો સમયમર્યાદામાં નિકાલ લાવી અદ્યતન અને ચોક્કસ જમીન રેકોર્ડ તૈયાર કરવામાં મદદ મળશે.

મોરબી સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ્સ મયુર કરમટા દ્વારા સંબંધિત ગામોના ખેડૂતોને આ વિશેષ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.




















