HomeAllહરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન, વૃક્ષારોપણ અને લોકજાગૃતિ કાર્યક્રમ...

હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શ્રમદાન, વૃક્ષારોપણ અને લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી, ૧૯ ઓક્ટોબર, ૨૦૨૬: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરીપર ગામે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ૨૦૨૬ અંતર્ગત સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક મુક્તિ અંગે લોકજાગૃતિ લાવવાના હેતુથી શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ વિભાગની કચેરી GLPCના સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર કલ્પેશ આર. ઉનડકર ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સામૂહિક શ્રમદાન કરીને ગામની જાહેર જગ્યાઓમાં સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. સાથે જ પર્યાવરણનું જતન અને હરિયાળીમાં વધારો કરવાના ઉદ્દેશ્યથી ગામના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

‘મિશન લાઈફ’ (Mission LiFE)ના અભિગમને પ્રોત્સાહન આપવા તથા હરીપર ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલરૂપે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા ગ્રામજનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ શ્રમદાન અને લોકજાગૃતિ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) એટલે કે SBM(G)ના જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ તથા કર્મચારીઓ, NRLM અને VB-GRAM-G યોજનાના સ્ટાફ, હરીપર ગામના સરપંચ, તલાટી, સખી મંડળની બહેનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ કાર્યક્રમના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યેની સામૂહિક જવાબદારી, પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડા અંગે જનજાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments