HomeAllમોબાઈલ રિચાર્જ કરાવનારાને મોટી રાહત, સરકારે બનાવ્યા નવા નિયમો, ડેટા વગર મળશે...

મોબાઈલ રિચાર્જ કરાવનારાને મોટી રાહત, સરકારે બનાવ્યા નવા નિયમો, ડેટા વગર મળશે Voice-SMS પ્લાન

મોબાઈલ: રિચાર્જ કરાવતા સામાન્ય ગ્રાહકો માટે કેન્દ્ર સરકારે એક મોટો અને રાહત આપનારો નિર્ણય લીધો છે. સરકારે Telecom Consumer Protection (Thirteenth Amendment) Regulations, 2026 રજૂ કર્યા છે. આ નવા નિયમો હેઠળ હવે પ્રીપેડ ગ્રાહકો માટે પૂરા 30 દિવસની વેલિડિટીવાળા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ કરાવવાની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત જે લોકોને ઈન્ટરનેટ ડેટાની જરૂર નથી, તેમના માટે માત્ર Voice (કોલિંગ) અને SMS વાળા સસ્તા પ્લાનનો વિકલ્પ પણ મળશે.

વર્ષમાં 13 નહીં પણ ફક્ત 12 રિચાર્જ કરાવવા પડશે : આ મહત્વપૂર્ણ ફેરફાર અંગે માહિતી આપતાં સાંસદ રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, અત્યાર સુધી મોટાભાગની કંપનીઓ 28 દિવસની વેલિડિટી આપતી હતી, જેના કારણે યુઝર્સે વર્ષમાં 13 વખત રિચાર્જ કરાવવું પડતું હતું. પરંતુ હવે 30 દિવસની વેલિડિટીવાળા પ્લાન આવવાથી ગ્રાહકોનું કામ વર્ષમાં માત્ર 12 રિચાર્જમાં પૂરું થઈ જશે, જેનાથી સામાન્ય લોકોના પૈસાની સીધી બચત થશે.Loading tweet… ઈન્ટરનેટ ન વાપરતા લોકો માટે ફક્ત કોલિંગ અને SMS પ્લાન : આ નવા નિયમનો સૌથી મોટો ફાયદો એવા યુઝર્સને થશે જેમને મોબાઈલ પર ઈન્ટરનેટ ડેટાની જરૂર પડતી નથી. હવે તમામ ટેલિકોમ કંપનીઓએ માત્ર Voice અને SMS આધારિત પ્લાન ઓફર કરવા પડશે.

ખાસ કરીને સાદો ફીચર ફોન વાપરતા વડીલો અને સામાન્ય લોકો કે જેઓ માત્ર વાતચીત અને મેસેજ માટે જ ફોન વાપરે છે, તેઓ પોતાની જરૂરિયાત અને બજેટ મુજબ ઓછી કિંમતનો પ્લાન પસંદ કરી શકશે. સંસદમાં રજૂઆત બાદ TRAI અને સરકારનો નિર્ણય : સાંસદ રાઘવ ચઢ્ઢાએ અગાઉ 11 માર્ચે સંસદમાં સામાન્ય નાગરિકોની રિચાર્જ સંબંધિત આ સમસ્યા ઉઠાવી હતી અને ગ્રાહકો માટે સસ્તા તથા વધુ વિકલ્પો ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. તેમણે આ નિર્ણય બદલ કેન્દ્ર સરકાર અને ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)નો આભાર પણ વ્યક્ત કર્યો હતો.TRAI દ્વારા સસ્તા ટેરિફ પ્લાન માટે નવા નિયમો જાહેર : TRAI દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, દરેક મોબાઈલ યુઝરને મોંઘા ડેટા બંડલ પ્લાનની જરૂર હોતી નથી, તેથી દરેક ગ્રાહકને પોતાની આર્થિક ક્ષમતા મુજબ પ્લાન પસંદ કરવાની સુવિધા મળવી જોઈએ.

2024માં બારમો સુધારો લાવ્યા બાદ પણ બજારમાં માત્ર કોલિંગ અને SMS વાળા ટૂંકી મુદતના પ્લાનની અછત હતી અને મોટાભાગના પ્લાન લાંબી મુદતના હતા, જેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના ગ્રાહકો માટે વિકલ્પો સીમિત બની ગયા હતા. હવે આ તેરમા સુધારાથી ઓછી આવક ધરાવતા લોકો માટે ટૂંકી મુદતના અને સસ્તા રિચાર્જ પ્લાન સરળતાથી ઉપલબ્ધ બનશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments