HomeAllમોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાત કવિ સંમેલન યોજાયુ

મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાત કવિ સંમેલન યોજાયુ

મોરબીમાં: સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે દિલ્હી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતી કવિ સંમેલનનું યોજાયું હતું જેમાં કવિઓ દ્વારા એકલ્થી એક ચડિયાતી કવિતાઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે દિલ્હી સાહિત્ય એકાદમીના ગુજરાતી સલાહકાર મંડળના સભ્ય અને મૂર્ધન્ય કવિશ્રી નીતિન વડગામા તેમજ કવિગણ વારિજ લુહાર (રાજકોટ), શૈલેન રાવલ (વાંકાનેર), સંજય બાપોદરિયા, ભાવેશ જેતપરિયા, રામ વારોતરિયા હાજર રહ્યા હતા. અને કોલેજના આચાર્ય કે.

આર. દંગીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરીને કાવ્ય પાઠ શરૂ કર્યું હતું. અને કવિઓએ પોતાની આગાવી શૈલીમાં પોતાની રચનાઓ વિદ્યાર્થીઓ સહિતના લોકોની સામે રજૂ કરી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments