HomeAllબેંક કર્મચારીઓ સોમવારથી બુધવાર હડતાળ પર : શાખાઓમાં કામકાજ નહીં થાય

બેંક કર્મચારીઓ સોમવારથી બુધવાર હડતાળ પર : શાખાઓમાં કામકાજ નહીં થાય

નવી દિલ્હી : દેશભરમાં બેંક કર્મચારીઓ અને અધિકારીઓ 28 થી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસની હડતાળ પર રહેશે. આ જ સમયગાળા દરમિયાન મહિનાનો છેલ્લું અઠવાડિયું પણ શરૂ થઈ રહ્યું છે. આ હડતાળ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા કરવામાં આવી છે.UFBU એ બેંક કર્મચારીઓ અને અધિકારીઓની સાત યુનિયનોનું સંયુક્ત મંચ છે અને તેના જણાવ્યાં મુજબ તે બેંકિંગ ક્ષેત્રનાં 90 ટકાથી વધુ કર્મચારીઓનું પ્રતિનિધિત કરે છે. આ પરિસ્થિતિમાં હડતાળ કેમ થઈ રહી છે, ગ્રાહકો પર તેની શું અસર પડશે અને તમારી સેલરી પર શું અસર થશે તેની સંપૂર્ણ વિગત આ મુજબ છે.

બેંક કર્મચારીઓ કેમ કરી રહ્યા છે હડતાળ?: આ હડતાળનું મુખ્ય કારણ બેંકોમાં સપ્તાહમાં પાંચ દિવસ કામ અને બે દિવસ રજાની વ્યવસ્થા લાગું કરવાની માંગ છે. હાલમાં બેંકો સોમવારથી શુક્રવાર સુધી આખો દિવસ કામ કરે છે, જ્યારે મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે અને બાકીના શનિવારે કામકાજ ચાલું રહે છે. મે 2015ના કરારમાં બીજા અને ચોથા શનિવારે રજા જાહેર કરવામાં આવી હતી અને ભવિષ્યમાં તમામ શનિવારે રજા આપવાની દિશામાં પ્રયાસો કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ માર્ચ 2024ના વેતન સુધારણા કરારમાં તમામ શનિવારે રજા આપવા પર સંમતિ બની હતી

બદલામાં કર્મચારીઓએ સોમવારથી શુક્રવાર સુધી રોજનો 40 મિનિટનો કામનો સમય વધારવા સંમતિ આપી હતી. જોકે, અઢી વર્ષથી વધુ સમય વીતી જવા છતાં નાણા મંત્રાલય તરફથી આ અંગે હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવાયો નથી.UFBU એ પોતાની માંગના સમર્થનમાં શું આંકડા આપ્યાં? UFBU એ સોશિયલ મીડિયા પર બેંકિંગ ક્ષેત્રમાં કર્મચારીઓની સંખ્યા અને કારોબાર સંબંધિત આંકડા રજૂ કર્યા છે. સંગઠનના જણાવ્યાં અનુસાર, વર્ષ 2012-13માં બેંક કર્મચારીઓની સંખ્યા 8.86 લાખ હતી, જે માર્ચ 2025 સુધીમાં ઘટીને 7.58 લાખ થઈ ગઈ છે. બીજી તરફ બેંકિંગ કારોબાર વધીને રૂ.283 લાખ કરોડથી પણ વધુ થઈ ગયો છે.

યુનિયનનું કહેવું છે કે માર્ચ 2024માં જ 5-ડે બેંકિંગ પર સંમતિ બની ચૂકી હતી, તેથી આ વ્યવસ્થા તાત્કાલિક લાગુ થવી જોઈએ.PLI (પ્રદર્શન પ્રોત્સાહન) ને લઈને શું વિવાદ છે? હડતાળ સાથે જોડાયેલો બીજો મહત્વનો મુદ્દો પર્ફોર્મન્સ લિંક્ડ ઈન્સિન્ટિવ (PLI) નો છે. આ વ્યવસ્થા 2020ના વેતન કરાર હેઠળ શરૂ કરવામાં આવી હતી. બાદમાં વરિષ્ઠ બેંક અધિકારીઓ માટે સુધારેલી સરકારી યોજના લાવવામાં આવી. જેમાં ચોથા સ્તર (Scale-IV) અને તેનાથી ઉપરના અધિકારીઓને સામેલ કરાયા, જ્યારે નીચલા સ્તરના અધિકારીઓને આમાંથી બહાર રાખવામાં આવ્યા.

બેંક અધિકારીઓની યુનિયનોએ આ ભેદભાવ અને પ્રોત્સાહનની વહેંચણી સામે ભારે વાંધો ઉઠાવ્યો છે. સરકાર અને યુનિયન વચ્ચે શું વાતચીત થઈ? 22 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં શ્રમ મંત્રાલયનાં ઉપ મુખ્ય શ્રમ આયુક્તની ઓફિસમાં સમાધાન બેઠક યોજાઈ હતી. જેમાં UFBU, ભારતીય બેંક સંઘ (IBA) અને નાણા મંત્રાલયના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.IBA અને નાણા મંત્રાલયે વિનંતી કરી હતી કે 5-ડે બેંકિંગનો મામલો સરકારના વિચારાધીન છે અને અન્ય હિતધારકોના વિચારો પણ ધ્યાનમાં લેવાના હોવાથી હડતાળ મુલતવી રાખવી જોઈએ. જોકે, યુનિયને સ્પષ્ટ કર્યું કે જો આ બાબતે કોઈ નક્કર અને સકારાત્મક પગલું ભરવામાં આવશે તો જ તેઓ હડતાળના નિર્ણય પર પુનર્વિચાર કરશે.

રવિવારે પણ કેમ ખુલ્લી રહેશે બેંકો? સતત પાંચ દિવસ સુધી બેંક સેવાઓ ખોરવાય નહીં તે માટે સરકારે ગ્રાહકોની સુવિધા અર્થે 27 સપ્ટેમ્બર (રવિવાર) ના રોજ તમામ જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRB) ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પણ 27 સપ્ટેમ્બરે તમામ બેંક શાખાઓ, ઓફિસો અને અઝખ સાથે જોડાયેલી ચેસ્ટ ખુલ્લી રાખવાની મંજૂરી આપી દીધી છે, જેથી ગ્રાહકોને જરૂરી રોકડ અને સેવાઓ મળી રહે.

30 સપ્ટેમ્બરની તારીખ કેમ મહત્વની છે? 30 સપ્ટેમ્બર એ બેંકો માટે અર્ધવાર્ષિક બંધની મહત્વની તારીખ છે. આ સમયગાળા દરમિયાન બેંકોમાં ખાતાઓનું મિલાન, પ્રોવિઝનિંગ અને નાણાકીય હિસાબો પૂરા કરવાના કામકાજ થતા હોય છે. ત્રણ દિવસની હડતાળ અને અર્ધવાર્ષિક ક્લોઝિંગ એકસાથે આવવાથી બેંકિંગ કામકાજ પર મોટી અસર પડી શકે છે. આગળનો કાર્યક્રમ શું છે?

UFBU એ અગાઉ 11 સપ્ટેમ્બરે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાલમાં 28, 29 અને 30 સપ્ટેમ્બરની ત્રણ દિવસીય હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. જો સરકાર દ્વારા આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો બેંક યુનિયનોએ 26 ઓક્ટોબર 2026 થી દેશવ્યાપી અચોક્કસ મુદતની હડતાળ પર જવાની પણ ચેતવણી આપી દીધી છે. ગ્રાહકોને બેંકોએ શું સંદેશ આપ્યો છે? સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક (PNB) અને યુનિયન બેંક સહિતની તમામ મુખ્ય બેંકોએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ હડતાળ શરૂ થાય તે પહેલા જ પોતાના જરૂરી કામકાજ પૂરા કરી લે.

ખાસ કરીને જેમને રોકડની જરૂર હોય તેમને અગાઉથી જ અઝખ માંથી નાણાં ઉપાડી લેવા સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રાહકોને શાખા પર નિર્ભર રહેવાને બદલે ડિજિટલ માધ્યમો જેવા કે ઞઙઈં, ઢઘગઘ અને નેટ બેંકિંગનો ઉપયોગ કરવા જણાવાયું છે. હડતાળથી કઈ સેવાઓ પર અસર પડશે? ત્રણ દિવસની હડતાળને કારણે બેંક શાખાઓમાં થતાં પ્રત્યક્ષ કામકાજ પર ગંભીર અસર પડી શકે છે. શાખાઓમાં રોકડ જમા કરાવવી અને ઉપાડવી, ચેક ક્લિયરિંગ, ખાતા સંબંધિત કામકાજ અને અન્ય સેવાઓમાં મુશ્કેલી આવી શકે છે. જોકે, ડિજિટલ બેંકિંગ વ્યવસ્થા પૂરી રીતે બંધ નહીં થાય. UPI, ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ અને અઝખ જેવી સેવાઓ સામાન્ય રીતે ચાલુ રહેવાની ધારણા છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments