HomeAllડૉ. રીવા બારમેડાની શૈક્ષણિક સિદ્ધિનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન

ડૉ. રીવા બારમેડાની શૈક્ષણિક સિદ્ધિનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન

28 સપ્ટેમ્બર 2026: ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી હોમિયોપેથીક મેડિસિન (BHMS)નો અભ્યાસ ફર્સ્ટ ક્લાસ સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ડૉ. રીવા બારમેડાની શૈક્ષણિક સિદ્ધિને વિવિધ સંસ્થાઓ દ્વારા બિરદાવવામાં આવી હતી.

ડૉ. રીવા બારમેડાની સિદ્ધિને પ્રોત્સાહિત કરવા શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ, જૂનાગઢ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

શ્રી સમસ્ત મારુ કંસારા કેળવણી ઉત્તેજક મંડળ, જામનગર દ્વારા ડૉ. રીવા બારમેડાનું શિલ્ડ અને રૂ. 2,000ના રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું.

ધાતુ પરિવાર સેવા ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા મેડલ, પ્રમાણપત્ર, પર્સ તેમજ રૂ. 1,000ના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડૉ. રીવા બારમેડાની આ શૈક્ષણિક સિદ્ધિ બદલ પરિવારજનો દ્વારા ત્રણેય સંસ્થાઓના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ રીવાને ભવિષ્યમાં સફળ હોમિયોપેથીક તબીબ બની સમાજની સેવા કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments