HomeAllવોર્ડ નંબર 6ના તેજસ્વી વિદ્યાર્થીઓનો ‘સરસ્વતી સન્માન સમારોહ’ 4 ઓક્ટોબરે યોજાશે

વોર્ડ નંબર 6ના તેજસ્વી વિદ્યાર્થીઓનો ‘સરસ્વતી સન્માન સમારોહ’ 4 ઓક્ટોબરે યોજાશે

મોરબી: 29 સપ્ટેમ્બર, 2026: મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન તથા વોર્ડ નંબર 6ના કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યા દ્વારા વોર્ડ નંબર 6માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી ‘સરસ્વતી સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું છે.

આ સન્માન સમારોહમાં કેજીથી લઈને ધોરણ 1 થી 12 સુધી અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા તથા તેમને અભ્યાસ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સરસ્વતી સન્માન સમારોહ આગામી તા. 4 ઓક્ટોબર, 2026ના રોજ રવિવારે સાંજે 4:00 કલાકે સિદ્ધિવિનાયક વાડી, સત્યમ પાનવાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે.

વોર્ડ નંબર 6ના તેજસ્વી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments