HomeAllમાઁ આશાપુરા પદયાત્રી સેવા કેમ્પમાં માઇ ભક્તો માટે વિશેષ સેવાઓની વ્યવસ્થા કરવામાં...

માઁ આશાપુરા પદયાત્રી સેવા કેમ્પમાં માઇ ભક્તો માટે વિશેષ સેવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે

મોરબી: માઁ આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ મિત્ર મંડળ દ્વારા 8-A નેશનલ હાઈવે, લક્ષ્મીનગર, અન્નપૂર્ણા હોટલની બાજુમાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માતાના દર્શનાર્થે જતા પદયાત્રીઓને માર્ગમાં જરૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી કેમ્પ ખાતે વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

કેમ્પમાં પદયાત્રીઓ માટે ૨૪ કલાક રહેવા, જમવા, મેડિકલ સેવા, ચા-પાણી તેમજ નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી છે. પદયાત્રીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સેવા કેમ્પમાં સેવાભાવી કાર્યકરો દ્વારા શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવશે.

માતાના દર્શનાર્થે જતા તમામ ભક્તો અને પદયાત્રીઓને સેવા કેમ્પનો લાભ લેવા માટે માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ મિત્ર મંડળ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સ્થળ: 8-A નેશનલ હાઈવે, લક્ષ્મીનગર, અન્નપૂર્ણા હોટલની બાજુમાં, મોરબી : આયોજક: લાલાભાઈ સંપર્ક: 96381 00007

RELATED ARTICLES

Most Popular

Recent Comments