HomeAllખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ રમત સ્પર્ધાઓ ૧૭ ઓક્ટોબર સુધી યોજાશે

ખેલ મહાકુંભ-૨૦૨૬ અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ રમત સ્પર્ધાઓ ૧૭ ઓક્ટોબર સુધી યોજાશે

મોરબી: ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’ અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી ગ્રામ્ય કક્ષા તેમજ મોરબી મહાનગરપાલિકા શહેર કક્ષાની વિવિધ સ્પર્ધાઓ તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી યોજાનાર છે.

નોંધાયેલા ખેલાડીઓ માટે રમતવાર સ્પર્ધાનો સંપૂર્ણ કાર્યક્રમ તારીખ, સમય અને સ્થળની વિગતો સાથે અધિકૃત વેબસાઇટ https://khelmahakumbh.gujarat.gov.in/competitionplace પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તમામ ખેલાડીઓએ પોતાની રમતનો શિડ્યુલ ઓનલાઈન ચકાસી નિયત તારીખે અને સમયે સ્પર્ધાના સ્થળે સમયસર હાજર રહેવાનું રહેશે.

સ્પર્ધા શરૂ થયા બાદ વિલંબથી પહોંચનાર ખેલાડીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમજ તમામ નોંધાયેલા ખેલાડીઓએ સ્પર્ધાસ્થળે પોતાની ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્લીપ ફરજિયાત સાથે લાવી કન્વીનર કમ ચીફ રેફરી સમક્ષ રજૂ કરવાની રહેશે. રજિસ્ટ્રેશન સ્લીપ વિના ખેલાડીઓને સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે નહીં.

સ્પર્ધાના કાર્યક્રમમાં કોઈ આકસ્મિક ફેરફાર થાય તો તેની જાણ વ્યાયામ શિક્ષકોના વોટ્સએપ ગ્રુપ મારફતે કરવામાં આવશે. મોરબી જિલ્લાના તમામ રમતવીરોને ખેલદિલીની ભાવના સાથે ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતગમત પ્રતિભા પ્રદર્શિત કરવા તથા જિલ્લાનું નામ રોશન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments