HomeAllમોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબી મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તા. 3/10 થી 6/10 સુધી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવશે. નવરાત્રિ દરમિયાન આશાપુરા માતાજીના મઢની પદયાત્રામાં નીકળતા પદયાત્રીઓની સેવા માટે શિવસેવક ગ્રુપ દ્વારા સૂરજબારી પુલ પાસે કેમ્પ યોજવામાં આવે છે. મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા વર્ષ 2012 થી કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ કેમ્પમાં અંદાજે 65 જેટલા યુવાનો અને વૃદ્ધ સેવા આપવા માટે આવે છે. આ કેમ્પમાં સામાજિક સંદેશા આપતા બેનર લગાવામાં આવે છે.

આ કેમ્પમાં 24 કલાક ચા-નાસ્તો, બપોરે તથા રાતે ભોજન પ્રસાદ, લીંબુ શરબત, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવે છે. સાથે ડોકટરોની ટીમ તેમજ યાત્રાળુઓ માટે કૂલર અને મોબાઈલ ચાર્જની સુવિધા પણ રાખેલ છે. આ કેમ્પમાં રોજ અંદાજે 1500 લોકો પ્રસાદનો લાભ લેતા હોય છે. આ કેમ્પમા લોકોની સિક્યુરીટી માટે સીસીટીવી પણ રાખવામા આવે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments