દુર્ગાવાહિનીની અખિલ ભારતીય સહ સંયોજિકા પિંકીબેન પવાર આપશે માર્ગદર્શન; ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં જોડાવા આમંત્રણ

મોરબી: વિશ્વ હિન્દુ પરિષદ–દુર્ગાવાહિની, સુરેન્દ્રનગર વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં ભવ્ય પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજમાં એકતા, સંસ્કાર અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત કરવાનો સંદેશ સાથે યોજાનારા આ પથ સંચલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ધર્મપ્રેમી જનતા જોડાશે.

પથ સંચલનનો પ્રારંભ 02-10-2026, બપોરે 4:00 કલાકે બાપા સીતારામ ચોક ખાતેથી થશે. ત્યાંથી પથ સંચલન એવન્યુ પાર્ક, સીતા ચોક, રામ ચોક અને નવા બસ સ્ટેન્ડ સહિતના માર્ગો પરથી પસાર થઈ પરત બાપા સીતારામ ચોક ખાતે પહોંચશે. પથ સંચલનનું સમાપન સાંજે 7:00 કલાકે કરવામાં આવશે.

પથ સંચલન પૂર્ણ થયા બાદ બાપા સીતારામ ચોક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ–દુર્ગાવાહિનીની અખિલ ભારતીય સહ સંયોજિકા પિંકીબેન પવાર મુખ્ય અતિથિ અને વક્તા તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

વિશ્વ હિન્દુ પરિષદ–દુર્ગાવાહિની દ્વારા મોરબીની સમગ્ર હિન્દુ ધર્મપ્રેમી જનતાને પથ સંચલન નિહાળવા તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહ વધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.






















