
મોરબી: શહેરી વિકાસ વિભાગ તથા પેયજળ અને સ્વચ્છતા વિભાગ, ભારત સરકારના સંયુક્ત માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હી સેવા-2026 અભિયાન અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચમુખી હનુમાનજી મંદિર હોલ ખાતે સફાઈમિત્ર સુરક્ષા એવમ્ સન્માન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

























સફાઈમિત્રોના આરોગ્ય, સુરક્ષા, કલ્યાણ તથા તેમના પ્રત્યે સન્માનની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી યોજાયેલ આ શિબિરમાં સફાઈમિત્રોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા સુરક્ષા સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમ દરમિયાન ગફશિંજ્ઞક્ષફહ કયદયહ ઠયબભફતિં નું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં સફાઈમિત્ર સુરક્ષા, સન્માન અને કલ્યાણ અંગેના રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, જઠખ શાખાના ચેરમેન મેઘરાજસિંહ ઝાલા, વાઈસ ચેરમેન હિરેનભાઈ કરોતરા, ભુપતભાઈ જારીયા તેમજ મ્યુનિસિપલ કમિશનર સંગીતા રૈયાણી, નાયબ કમિશનર સંજયકુમાર સોની તથા અન્ય પદાધિકારીઓ, મહાપાલિકાની વિવિધ શાખાના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં સફાઈમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
