HomeAllહવે બાળકો 9મા ધોરણથી જ શીખશે સ્ટાર્ટઅપ અને બિઝનેસનો રોડ મેપ

હવે બાળકો 9મા ધોરણથી જ શીખશે સ્ટાર્ટઅપ અને બિઝનેસનો રોડ મેપ

નવી દિલ્હી: 9માં ધોરણથી જ છાત્ર હવે સ્ટાર્ટઅપ શરૂ કરવાના બારામાં ભણશે. રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ એટલે કે એનસીઈઆરટીએ સોશિયલ સાયન્સના નવા પાઠ્ય પુસ્તકમાં સ્ટાર્ટ અપ અને એન્ટરપ્રેન્યોરશિપ (ઉદ્યમિતા) ના વિષયોને સામેલ કરવામાં આવ્યા છે. આ સ્પેશિયલ ચેપ્ટરમાં છાત્રોને મુખ્યત્વે ત્રણ મોટા વિષયોના બારામાં ભણાવવામાં આવશે. ઉદ્યોગ સાહસિકતાનો સમાજ અને અર્થવ્યવસ્થા પર પ્રભાવ પડે છે. કોઈ કારોબારના મુખ્ય કાર્યાત્મક ક્ષેત્ર કયા-કયા હોય છે?

એક કારગત બિઝનેસ પ્લાન કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. ભારતમાં સ્ટાર્ટ અપની યાત્રાથી લઈને હાલના સમયમાં દેશની અર્થવ્યવસ્થામાં તેના યોગદાનની ભૂમિકાને પણ સામેલ કરવામાં આવ્યા છે. સરકારનું લક્ષ્ય રિસર્ચ, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતાના ચાર સ્તંભોને એક મંચ પર લાવવાનો છે. નવી પાઠ્ય પુસ્તકમાં નાના-નાના ઉદાહરણથી લઈને મોટા બિઝનેસ પ્લાનના બારામાં સમજાવવામાં આવ્યું છે. બજારની ગતિવિધિને સમજવી, ઉપલબ્ધ અવસરોની ઓળખ કરવી, પફોર્મન્સનું આકલન કરવું અને સાચી યોજના બનાવવી કોઈપણ ઉદ્યોગની મહત્વની કડીઓ છે.

આજના સમયમાં એઆઈ જેવી ટેકનિકો પણ બજાર વિશ્લેષણ અને વ્યાવસાયિક નિર્ણયોમાં મદદરૂપ સાબીત થઈ રહ્યા છે. પાઠયપુસ્તકમાં ભારતના સફળ ઉદ્યોગપતિઓમાંથી એક હોટેલ વ્યવસાયી મોહનસિંહ ઓબેરોયની કથા સંઘર્ષ, સપના અને સફળતાને બતાવાયા છે. આ ઉપરાંત 7 મહિલાઓએ શરૂ કરેલ લિજજત પાપડની કથા પણ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments