HomeAllમોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં સશસ્ત્ર દળ સન્માન સમારોહનું આયોજન

મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં સશસ્ત્ર દળ સન્માન સમારોહનું આયોજન

મોરબી: મોરબીમાં આવેલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિરપર કેમ્પસ ખાતે રાષ્ટ્રભાવનાને કેન્દ્રમાં રાખીને જુદાજુદા બે કાર્યક્રમ યોજાયા હતા જેમાં દેશપ્રેમ, કર્તવ્યભાવ અને રાષ્ટ્રીય મૂલ્યોની નવી ચેતના પ્રગટાવી હતી. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નવયુગ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં ‘સશસ્ત્ર દળ સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સ્ટાફ સેમિનારમાં પ્રખર વક્તા આચાર્ય ગોપાલજીએ રાષ્ટ્રહિત, શિક્ષણ અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અંગે ઓજસ્વી અને પ્રેરણાત્મક ઉદ્બોધન કર્યું હતું.

આચાર્ય ગોપાલજીએ જણાવ્યું હતું કે શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપનાર નથી, પરંતુ આવનારી પેઢીના વિચાર, સંસ્કાર, ચારિત્ર્ય અને વ્યક્તિત્વનું ઘડતર કરનાર રાષ્ટ્રશિલ્પી છે. દેશની આવનારી પેઢીના સાચા રક્ષક તરીકે શિક્ષકની જવાબદારી અત્યંત વિશાળ અને મહત્ત્વપૂર્ણ છે. વધુમાં તેઓએ આધુનિક ટેક્નોલોજીના જવાબદારીપૂર્વક ઉપયોગ, દેશહિતની ભાવના, માનવતા, સહજતા, સંવેદનશીલતા અને રાષ્ટ્રીય મૂલ્યોના જતન અંગે માર્ગદર્શન આપ્યું હતું. ટેક્નોલોજી વિદ્યાર્થીઓને જ્ઞાનવાન બનાવી શકે છે, પરંતુ તેમને સંસ્કારી, માનવતાસભર અને રાષ્ટ્રનિષ્ઠ નાગરિક બનાવવાનું કાર્ય શિક્ષક જ કરી શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments