
મોરબી: મોરબીમાં આવેલ હરિગુણ રેસીડેન્સી રાધિકા પેલેસ ખાતે રહેતા યુવાનેના પત્નીના ફેસબુક આઇડી ઉપર આવેલ રીલને જોઈને સગુન ફેશન સુરત ખાતે ડ્રેસ અને સાડી સસ્તા ભાવે મળશે તે પ્રકારની વાતચીત થઈ હતી ત્યારબાદ ત્રણ ડ્રેસનો ઓર્ડર બુક કરાવી ડ્રેસની ડીલેવરી આપવામાં આવી ન હતી

અને ખોટું બોલીને ફરિયાદી તથા સાહેદના ખાતામાંથી અલગ અલગ સમયે ગૂગલ પે, નેટબેન્કિંગ તથા આઈએમપીએસ મારફતે 4,00,543 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને ફરિયાદ કરેલ છે.

હરિ ગુણ રેસીડેન્સી રાધિકા પેલેસ છઠ્ઠા મળે ફ્લેટ નંબર 613 માં રહેતા પાર્થભાઈ નરભેરામભાઈ જાકાસણીયા (30)એ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ નંબર 8595917554 તથા 8690304348 ના ધારકો અને વિશાલ નામનો વ્યક્તિ કે જેનું યુનિયન બેંકમાં એકાઉન્ટ છે તે અને તપાસમાં ખુલે તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

જેમાં તે જણાવ્યુ છે કે, ફરિયાદીએ પોતાના પત્ની જલ્પાબેનના ફોનમાં ફેસબુક આઇડી દલસાણીયા જલ્પાબેનમાં આવેલી રીલને જોઈને સગુન ફેશન સુરત ડ્રેસ અને સાડીમાં સસ્તા ભાવે માલ મળશે જેથી ઓર્ડરનાવ ઉપર ક્લિક કરતા ફરિયાદીના પત્નીના વ્હોટ્સએપ નંબર ઉપર સાડી અને ડ્રેસના ફોટો મોકલી આરોપીએ મોકલવ્ય હતા.

સગુન ફેશન સુરતના નામે ફરિયાદી સાથે ડ્રેસ ખરીદી બાબતે વાતચીત થઈ હતી અને ત્યાર બાદ ફરિયાદી ત્રણ ડ્રેસનો ઓર્ડર બુક કર્યો હતો ડ્રેસની ડીલેવરી નહીં આપી ખોટું બોલી ફરિયાદી તથા સાહેદના ખાતામાંથી અલગ અલગ બહાને આપીને યુપીઆઈ, ગુગલ પે, નેટબેન્કિંગ અને આઈએમપીએસ મારફતે 4,00,543 ની છેતરપિંડી કરી અને મંગાવેલ ડ્રેસની ડીલેવરી આપવામાં આવી નથી જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે.





























