HomeAllતેલ અવીવ તરફ આગળ વધત તો ઈઝરાયેલ ફ્લાયદુબઈ પ્લેનને તોડી પાડવા તૈયાર...

તેલ અવીવ તરફ આગળ વધત તો ઈઝરાયેલ ફ્લાયદુબઈ પ્લેનને તોડી પાડવા તૈયાર હતું

નવીદિલ્હી: દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ 1073માં કો-પાઈલટ હમામ અલ-હમ્મામીએ કેપ્ટન સ્મિત મચ્છર પર કોકપિટમાં હુમલો કરીને વિમાનનો કબ્જો લેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના દરમિયાન પ્લેન માત્ર 30 સેક્નડમાં 16,000 ફીટ નીચે ફેંકાયું હતું. આ સ્થિતિ જોઈને ઈઝરાયેલને શંકા ગઈ હતી કે આ એક હાઈજેકિંગ અથવા દેશ પર હવાઈ આતંકવાદી હુમલો હોઈ શકે છે. સીબીએસ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, ઈઝરાયેલી વાયુસેનાએ કોકપિટ સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાંથી કોઈ જવાબ મળ્યો નહોતો. પરિણામે, દેશમાં પ્રી-એકિ્ઝસ્ટિંગ ઈમરજન્સી મિકેનિઝમ સક્રિય કરવામાં આવ્યું હતું.

એક કમાન્ડ સેન્ટર તૈયાર કરી ઈઝરાયેલની તમામ એરસ્પેસ બંધ કરી દેવામાં આવી હતી અને વાયુસેનાના ફાઈટર જેટ્સ આકાશમાં રવાના કરવામાં આવ્યાં હતાં. જો આ વિમાન તેલ અવીવ તરફ આગળ વધવાનું ચાલું રાખત, તો ઈઝરાયેલી પાઈલટો કોકપિટના સભ્યો સાથે વિઝ્યુઅલ સંપર્ક સાધવાનો પ્રયાસ કરવાનાં હતાં. જો હાઈજેકિંગની પુષ્ટિ થાત અને હુમલાખોરો તરફથી કોઈ પ્રતિસાદ ન મળત, તો આ મામલો સંરક્ષણ મંત્રી અને વડાપ્રધાન સુધી પહોંચાડવામાં આવત. બેન ગુરિયન એરપોર્ટ કે અઝરીએલી સેન્ટર જેવા સંવેદનશીલ સ્થળોને બચાવવા માટે વિમાનને તોડી પાડવાનો અંતિમ આદેશ આપવાની સત્તા વડાપ્રધાન પાસે હતી.

જોકે, આ ભયાનક સંકટ ત્યારે ટળ્યું જ્યારે ગંભીર રીતે ઘવાયેલા કેપ્ટન સ્મિત મચ્છરે હિંમત દાખવી કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો હતો. વિમાનમાં સવાર મુસાફરો અને ઓફ-ડ્યુટી પાઈલટોએ તુરંત જ કો-પાઈલટને કાબૂમાં લીધો હતો. આ પછી પ્લેનને સાઉદી અરેબિયાના તબુક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, જેના કારણે ઈઝરાયેલે પોતાના ફાઈટર જેટ્સ પાછા બોલાવી લીધાં હતાં.

RELATED ARTICLES

Most Popular

Recent Comments