ત્રણ ગ્રૂપની બાળાઓ દ્વારા બેડા, ટીપ્પણી, દીવડા અને ખંજરી રાસ-ગરબાની અનોખી રજૂઆત

રાજકોટ, તા. ૦૮ ઓક્ટોબર, ૨૦૨૬: જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવ ધામ સમિતિ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે જીવનનગર મહાદેવ ધામના પટાંગણમાં ૪૫મા વર્ષનું પ્રાચીન ગરબી મહોત્સવ યોજાશે. તા. ૧૧ ઓક્ટોબરથી શરૂ થનારા આ નવરાત્રિ મહોત્સવમાં ત્રણ ગ્રૂપની બાળાઓ દ્વારા વિવિધ પરંપરાગત રાસ-ગરબાની રજૂઆત કરવામાં આવશે.

ગરબીના વ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસ અને નેહાબેન મહેતાએ જણાવ્યું કે, બાળાઓ દ્વારા દીવડા, ખંજરી, ટીપ્પણી અને બેડા રાસ સહિતની વિવિધ પરંપરાગત રજૂઆતો કરવામાં આવશે. નવ દિવસ દરમિયાન રાસ-ગરબા ઉપરાંત નૃત્ય સહિતની વિવિધ કલાત્મક રજૂઆતો દ્વારા બાળાઓ પોતાની પ્રતિભા અને કૌશલ્યનું નિદર્શન કરશે.

સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે, ૪૫મા વર્ષના પ્રાચીન ગરબી મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બાળાઓ તેમજ વાલીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવપરા, અમી પાર્ક, શિવપરા સહિતના વિસ્તારોના રહીશો બાળાઓને પ્રોત્સાહન આપશે.

નવરાત્રિ મહોત્સવના પ્રારંભ પ્રસંગે મહિલા અગ્રણી અંજલિબેન રૂપાણી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, નગરસેવકો જ્યોત્સનાબેન ટીલાળા, નીતાબેન લાલ, અશ્વિનભાઈ ભોરણીયા, ઘનશ્યામભાઈ હેરભા, ધ્યેય દોશી, જયેશભાઈ ચોવટિયા, મેહુલભાઈ નાથવાણી, મનીષભાઈ દેડકિયા, પરેશભાઈ હુંબલ, ચેતનભાઈ સુરેજા, નિરુભા વાઘેલા, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે.

પ્રાચીન ગરબીની વ્યવસ્થાની દેખરેખ સુનિતાબેન વ્યાસ, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, હર્ષાબેન પંડયા, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડીયા, કિર્તીબેન કગથરા, ભક્તિબેન ખખ્ખર, નેહાબેન મહેતા અને પાર્થ ગોહેલ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

બાળાઓના ‘એ’ ગ્રૂપમાં તાની જોબનપુત્રા, ખુશી પંડયા, આરાધ્યા ડાંગર, કાવ્યા પરમાર, અર્પિતા ડાંગર, કૃતિકા ભટ્ટ, પ્રિયાંશી પાલા, તિર્થા ગંગદેવ, ઉર્વી મકવાણા, સંજના માલવી, મનસ્વી અજાગીયા, નૈત્રી પરમાર, અનન્યા જાની અને જીયા બોળીયા જોડાયા છે.

‘બી’ ગ્રૂપમાં સ્વરા પીઠડીયા, પાર્થી ભાણવડીયા, વૈષ્ણવી પરમાર, રાજલ માટીયા, ત્રીસા ચૌહાણ, પુનમ પરમાર, વૈષ્ણવી સરવૈયા, અંજલિ પરમાર, નમીતા યાદવ, ક્રીસા ઝાપડા, શ્રીયા લશ્કરી, નિધી ગાણોલીયા, બંસી માટીયા અને રીયા બોળીયા ભાગ લઈ રહી છે.

‘સી’ ગ્રૂપમાં આયુષી પરમાર, વંશીકા મકવાણા, ક્રીવા વ્યાસ, વૈભવીબા ગોહેલ, કાવ્યા જાની, મીશા ચૌહાણ, યશવી ગાણોલીયા, દિશા પરમાર, પ્રિયા બોળીયા, સંતોષી સોનખર, કરીમા સોનખર, રૂતવી પરમાર, શ્રીયા ચૌહાણ અને પ્રિયા માદડિયા સહિતની બાળાઓ રાસ-ગરબાની રજૂઆત કરશે.

સમિતિના પ્રમુખ જયંત પંડયા, ઉપપ્રમુખ મુકેશભાઈ પોપટ, ડો. તેજસ ચોક્સી, ડો. દિપ્તીબેન ચોક્સી, અનંતભાઈ ગોહેલ, વિનુભાઈ ભટ્ટ, જયેશ લશ્કરી, ચિરાગ મહેતા સહિતના આગેવાનો અને રહીશો નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

ફોટો તસ્વીર : જીવનનગર પ્રાચીન ગરબીમાં રાસ-ગરબાની રજૂઆત માટે તૈયારીઓ કરતી બાળાઓ નજરે પડે છે.
















