
20-10-2026: મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા ફ્લોરા-11 પરિવાર દ્વારા વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે પરંપરાગત શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક આસ્થા અને સંસ્કૃતિના જતનના ભાવ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં દેવી-દેવતાઓના હાથમાં શોભતા શસ્ત્રોનું વિધિવત્ પૂજન કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમમાં ફ્લોરા-11 પરિવારના વડીલો, યુવાનો, બાળકો અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ સાથે મળીને શસ્ત્રપૂજનની પરંપરાને જીવંત રાખી વિજયાદશમીના પર્વની ધાર્મિક ભાવના અને સાંસ્કૃતિક મહત્ત્વને ઉજાગર કર્યું હતું.

આ પ્રસંગે ફ્લોરા આયોજક સમિતિ દ્વારા વિજયાદશમીના પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શસ્ત્રપૂજનને સફળ બનાવનાર તમામ પરિવારજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

























