નવી દિલ્હી, તા. 20, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયેલ સોમવારે કહ્યું હતું કે, ભારત-ન્યુઝીલેન્ડ મુકત વ્યાપાર સમજુતી આજથી એટલે કે 20 ઓકટોબરથી લાગુ થશે. આ સમજુતી લાગુ થવાની સાથે ચામડુ, જુતા, ચપ્પલ, પરિધાન, કપડા જેવા શ્રમ-ગહન ક્ષેત્રો સહિત ભારતના લગભગ 100 ટકા ઉત્પાદનોને ન્યુઝીલેન્ડના બજારમાં ઝીરો ચાર્જ પર પહોંચ મળશે. તેમણે જણાવ્યું હતું કે, 27 એપ્રિલે હસ્તાંક્ષરિત આ સમજુતી મંગળવારથી જ ન્યુઝીલેન્ડમાં થનાર ભારતની બધી નિકાસ માટે ટેરીફ ફ્રી પહોંચ આવે છે. આ સમજુતી આગામી 15 વર્ષમાં ન્યુઝીલેન્ડથી ભારતમાં 20 અબજ અમેરિકી ડોલરના મહત્વના રોકાણનો રસ્તો પણ ખોલશે.

આ સમજુતી કૃષિ ઉત્પાદકતા ભાગીદારોને પણ પ્રોત્સાહન આપે છે. જે અંતર્ગત ન્યુઝીલેન્ડની ટેકનોલોજી ભારતના વ્યાપક સ્તર અને વધતી માંગ પૂરી કરશે. ગોયલે જણાવ્યું હતું કે ડેરી, ડુંગળી, ચણા, વટાણા, મકાઇ, બદામ, કૃત્રિમ મધ અને ખાંડ જેવા સંવેદનશીલ ક્ષેત્રોને આ વ્યાપાર સમજુતીથી બહાર રખાયા છે. આ સમજુતીથી સૂક્ષ્મ, ખેડૂતો, મહિલાઓ, યુવાઓ અને વધુ રોજગાર આપતા ક્ષેત્રોને ફાયદો થશે ભારતીય વ્યાવસાયિક માટે પણ નવા અવસર ખુલશે. આ સમજુતીથી ભારતીય ખેડુતોને ફળ, શાકભાજી, મસાલા, કૃષિ ઉત્પાદનો માટે ન્યુઝીલેન્ડમાં વધુ અવસર મળશે.



























