
સોના-ચાંદીની: ખરીદીનાં પવિત્ર દિવસ એવા આજના દશેરાના દિવસે બન્ને મેટલ્સનાં ભાવ તૂટયા હતા. પરીણામે ખરીદીનો સળવળાટ હતો સોનામાં પ્રતિ 10 ગ્રામ 1300 નો ઘટાડો હતો. જયારે ચાંદીમાં 1200 રૂપિયાનો ઘટાડો હતો. આજે 10 ગ્રામ સોનાનો ભાવ 149400 હતો. વિશ્ર્વ બજારમાં તે ઘટીને 4122 ડોલર હતો.

હાજર ચાંદી ઘટીને 214300 હતી. આંતર રાષ્ટ્રીય ભાવ 57.30 ડોલર હતો. ઝવેરીઓના કહેવા પ્રમાણે વિશ્ર્વ બજારમાં મંદીનો આંચકો હોવાથી લોકલ માર્કેટમાં ભાવ ઘટયા હતા. વૈશ્ર્વિક ઘટાડા પાછળ યુદ્ધ સહિતના આંતર રાષ્ટ્રીય ઘટનાક્રમોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. ઉપરાંત કરન્સી માર્કેટમાં છેલ્લા દિવસોમાં ડોલર સામે રૂપિયો સ્ટ્રોંગ થવાનું પણ એક મહત્વનું કારણ બની ગયુ છે.

દરમ્યાન આજે દશેરાએ સોનીબજારમાં ખરીદીનો સળવળાટ હતો. વેપારીઓએ એમ કહ્યું કે ભાવની ઉથલપાથલને કારણે ઘરાકી પ્રભાવીત થવાની અટકળો હતી. આજે ભાવ ઘટયા હોવાથી ખરીદીનો સળવળાટ હતો. બપોર બાદ ઘરાકીનું પ્રમાણ વધી શકે છે. આજે સોનીબજાર તથા જવેલર્સ શોરૂમો મોડે સુધી ખુલ્લા રહેવાનું સ્પષ્ટ છે.


અને મોડે સુધી માર્કેટમાં ધમધમાટ રહેવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટ સહિત ગુજરાતભરમાં આજે શુકનવંતા દિવસે ખરીદીનો ધમધમાટ હતો. આજે એસોસીએશન લેવલે કોઈ સ્કીમ જારી કરવામાં આવી ન હતી. પરંતુ જુદા જુદા જવેલર્સોએ વ્યકિતગત ધોરણે દાગીનાના ઘડામણ પર ડીસ્કાઉન્ટ જેવી સ્કીમો લાગુ કરી હતી.























