HomeAllમોરબીના વોર્ડ નં.10માં ચાલતા વિવિધ વિકાસ કામોની મુલાકાતે મેયર-ચેરમેન

મોરબીના વોર્ડ નં.10માં ચાલતા વિવિધ વિકાસ કામોની મુલાકાતે મેયર-ચેરમેન

મોરબી મોરબી મહાનગરપાલિકા દ્વારા જુદાજુદા વોર્ડમાં વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે અને લોકોને સુવિધાસભર માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટેના કામ હાલમાં ચાલી રહ્યા છે તેવામાં મોરબીના વોર્ડ નંબર 10 માં વિવિધ વિકાસ કામો ચાલી રહ્યા છે. તેની મહાપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, ફાયર સમિતિના ચેરમેન મહેન્દ્રભાઈ સવસાણી, બાંધકામ સમિતિના ચેરમેન રવિભાઈ સનાવડા, સ્થાનિક કોર્પોરેટર ગણેશભાઈ ડાભી તથા તેમની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી અને વેસ્ટ ઝોન કચેરી, શકત શનાળા પાસે બની રહેલા ફાયર સ્ટેશનની મુલાકાત લઈને અધિકારીઓની સાથે સમીક્ષા કરવામાં આવી હતી. મોરબીના મેયર ઉત્તમભાઈ સુરાણી દ્વારા વોર્ડ નં.

10માં ચાલી રહેલાં વિકાસકામોનું નિરીક્ષણ કરીને અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટરને વિકાસકામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે અને ગુણવત્તાયુક્ત કામગીરી કરવા માટે જરૂરી સૂચના આપી હતી. ખાસ કરીને વેસ્ટ ઝોન કચેરી તેમજ વેસ્ટ ઝોન ફાયર સ્ટેશનની મુલાકાત લઈને વેસ્ટ ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં નાગરિકોને મહાનગરપાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અસરકારક રીતે મળી રહે, નાગરિકોની રજૂઆતોનો સમયસર નિકાલ થાય તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન જળવાઈ રહે તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ શહેરના વિસ્તરણ અને વધતી જતી શહેરી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં સમયસર બચાવ અને રાહત કામગીરી હાથ ધરી શકાય તે માટે ફાયર સ્ટેશન જેવી સુવિધાઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments