HomeAllસૌરાષ્ટ્રમાં હજુ સાત દિવસ સુધી આકરી ગરમી : 3 ડિગ્રી તાપમાન ઉંચકાશે

સૌરાષ્ટ્રમાં હજુ સાત દિવસ સુધી આકરી ગરમી : 3 ડિગ્રી તાપમાન ઉંચકાશે

રાજયમાં: હજુ પણ કાળઝાળ ગરમી યથાવત રહેવા પામી છે અને આજરોજ પણ બપોરે 2-30 કલાકે રાજકોટમાં 39.8 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. તથા હવામાં ભેજ 21 ટકા રહ્યો હતો અને પવનની સરેરાશ ઝડપ 12 કિ. મી. પ્રતિકલાક રહી હતી. દરમ્યાન ગુજરાતમાં ગરમીનું જોર યથાવત રહેશે.

હવામાન વિભાગ મુજબ, સૌરાષ્ટ્રમાં ગરમીમાં 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો ઉંચકાશે. ઓક્ટોબર મહિનામાં રાજ્યવાસીઓને કાળઝાળ ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે, મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 થી 4 ડિગ્રી સુધી ઊંચું પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહેલા સૂકા પવનોને પગલે રાજ્યમાં તાપમાનનો પારો સતત ઊંચો રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું પૂર્ણ થયા બાદ જમીન ઝડપથી સૂકી થઈ જાય છે. આ સાથે રાજસ્થાન તરફથી આવતા ગરમ પવનોની સીધી અસર ગુજરાત પર પડી રહી છે, જેને પરિણામે તાપમાનમાં આ પ્રકારનો અસામાન્ય ઉછાળો જોવા મળે છે. આગામી એક સપ્તાહ સુધી હવામાન સૂકું રહેવાનું હોવાથી તાપમાનમાં મોટો ઘટાડો થવાની સંભાવના નથી, જેથી હજુ આગામી દિવસોમાં પણ લોકોએ આકરી ગરમી સહન કરવી પડશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments