
મોરબી: જિલ્લામાં 11 માં રાષ્ટ્રીય ઉજવણી અંતર્ગત જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા નિરામય મોરબીના ઉદ્દેશ સાથે વિવિધ આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર કેમ્પ યોજવામાં આવ્યા હતાં. આ સારવાર કેમ્પ અન્વયે 21, સપ્ટેમ્બર,2026 ના રોજ હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને માળીયા તાલુકાના ખાખરેચી તથા 23, સપ્ટેમ્બર, 2026ના રોજ મોરબી તાલુકાનાં ખાનપર ખાતે લોકોની આરોગ્ય સુખાકારી માટે વિશેષ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેનો 543 લોકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત 596 લોકોએ શિબિર, 739 લોકોએ ચાર્ટ, બેનર પ્રદર્શન તથા 369 જેટલા લોકોએ યોગ શિબિરનો લાભ લીધો હતો. આ કેમ્પમાં લોકોને આયુર્વેદની સાથે આરોગ્યની જાળવણી માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તથા પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.


























