
મોરબી, તા. ૨૬ ઓક્ટોબર: અંધ અને અપંગ ગાયોની સેવા માટે કાર્યરત અભિલાષા ગૌ સેવા યુવક મંડળ, બગથળા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગૌસેવાના લાભાર્થે ફટાકડા સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં બે સ્થળોએ શરૂ થનારા આ સ્ટોરનું ઉદ્ઘાટન તા. ૧ નવેમ્બર, ૨૦૨૬ના રવિવારે સવારે ૯:૩૦ કલાકે ઉમા હોલ, રવાપર ગામ પાસે, બહુચરાજી મંદિર સામે, મોરબી ખાતે કરવામાં આવશે.

આ સ્ટોરનું ઉદ્ઘાટન નકલંક મંદિર, બગથળાના પૂજ્ય મહંત દામજી ભગતના વરદ હસ્તે કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા અનુસાર, આ વર્ષે વિવિધ બ્રાન્ડની કંપનીઓના ફટાકડાનો તદ્દન નવો સ્ટોક ઉપલબ્ધ રહેશે. ગ્રાહકોને અમદાવાદ કરતાં પણ સસ્તા ભાવે ફટાકડાનું વેચાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ આયોજનની વિશેષતા એ છે કે ફટાકડાના વેચાણમાંથી થતો નફો અંધ અને અપંગ ગાયોની સેવા તથા સંભાળ માટે વાપરવામાં આવશે. આથી મોરબીની ધર્મપ્રેમી જનતાને સ્ટોરની મુલાકાત લઈ ફટાકડાની ખરીદી કરવા અને ગૌસેવાના આ સેવાયજ્ઞમાં સહભાગી બનવા અભિલાષા ગૌ સેવા યુવક મંડળ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.

ફટાકડા સ્ટોરનાં સ્થળો

૧. ઉમા હોલ, રવાપર ગામ પાસે, બહુચરાજી મંદિર સામે, મોરબી. ઉદ્ઘાટન તારીખ: ૧ નવેમ્બર, ૨૦૨૬, રવિવાર, સમય: સવારે ૯:૩૦ કલાકે ઉદ્ઘાટક: પૂજ્ય દામજી ભગત, મહંતશ્રી, નકલંક મંદિર, બગથળા.

૨. જીઆઈડીસી, સંસ્કાર બ્લડ બેન્ક સામે, શનાળા રોડ, મોરબી. આયોજક: અભિલાષા ગૌ સેવા યુવક મંડળ, બગથળા.





















