સેના માટે મોટા હથિયારો અને સંરક્ષણ સાધનોની ખરીદીને મંજૂરી, જેમાંથી 82 ટકા ખરીદી સ્વદેશી ઉદ્યોગો પાસેથી થશે

નવી દિલ્હી : ભારત સરકારે પોતાની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે સૌથી મોટું પગલું ભર્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં આજની રક્ષા અધિગ્રહણ પરિષદ (Defence Acquisition Council – DAC)ની બેઠકમાં સેનાના ત્રણેય અંગો માટે અંદાજિત 2.12 લાખ કરોડના સંરક્ષણ સાધનો માટેની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રસ્તાવોમાંથી આશરે 82 ટકા ખરીદી ભારતીય ઉદ્યોગો પાસેથી જ કરવામાં આવશે. આ નિર્ણયને કારણે સ્વદેશી ડિફેન્સ ઉત્પાદનને વેગ મળશે. આ મંજૂરીથી ભારતીય સેનાને નવા ડ્રોન, હેલિકોપ્ટર, આધુનિક ટોપ સિસ્ટમ, અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ અને સર્વેલન્સ ટેકનોલોજી મળવાનો માર્ગ મોકળો થયો છે.

આ સાધનો સરહદ પર સેનાની દેખરેખ, દુશ્મનના હુમલાનો સામનો કરવાની ક્ષમતા અને ઓપરેશનલ તૈયારીઓને મજબૂત બનાવવામાં મદદ કરશે. ભારતીય સેનાને મજબૂત બનાવવા શું ખરીદાશે? ભારતીય સેના માટે હાઇ મોબિલિટી વ્હીકલ્સ (HMV), સેલ્ફ પ્રોપલ્ડ ટ્રેકડ ગન સિસ્ટમ, ગન શૉટ રિસ્પોન્સ સિસ્ટમ, લાઇટ મલ્ટી રોલ હેલિકોપ્ટર્સ અને વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમની ખરીદીના પ્રસ્તાવોને મંજૂરી મળી છે. હાઇ મોબિલિટી વ્હીકલ્સ મુશ્કેલ અને દુર્ગમ વિસ્તારોમાં સૈનિકો તથા જરૂરી સામાનની અવરજવર સરળ બનાવશે. જ્યારે સેલ્ફ પ્રોપલ્ડ ટ્રેકડ ગન સિસ્ટમથી સેનાની તોપોની ગતિશીલતા અને ફાયરપાવર વધશે.

ગન શૉટ રિસ્પોન્સ સિસ્ટમ સૈનિકોને ગોળીબાર ક્યાંથી થઈ રહ્યો છે તેની રિયલ-ટાઈમ માહિતી મેળવવામાં મદદ કરશે. આ ઉપરાંત નાના અને નવી પેઢીના હવાઈ જોખમોનો સામનો કરવા માટે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવામાં આવશે. ટેન્કને ડ્રોનના હુમલાથી સુરક્ષિત રાખવા પકેટફોર્મ બેઝ્ડ કાઉન્ટર અનમેન્ડ એરિયલ સિસ્ટમ પણ સેનાની ક્ષમતામાં વધારો કરશે. લાંબી રેન્જ માટેના કામિકેઝ ડ્રોન પણ ખરીદાશે આ પ્રસ્તાવોમાં લોંગ રેન્જ કામિકેઝ ડ્રોન સિસ્ટમ, સર્વેલેન્સ યુએવીસ, અનમેન્ડ એરિયલ સિસ્ટમ અને ઇન્ટીગ્રેટેડ સર્વિલેન્સ એન્ડ સ્ટ્રાઈક સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. આ સિસ્ટમથી દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખવા, ટાર્ગેટની ઓળખ કરવા અને જરૂરી સમયે ચોક્કસ હુમલો કરવામાં મદદ મળશે.

લાઇટ મલ્ટી રોલ હેલિકોપ્ટર્સનો ઉપયોગ ભારતીય સેના અને વાયુ સેના બંને કરી શકશે. રેકી, સર્વેલન્સ, કોમ્બેટ ઓપરેશન્સ, સર્ચ એન્ડ રેસ્ક્યૂ તેમ જ કુદરતી આફત સમયે રાહત કામગીરીમાં આ હેલિકોપ્ટર ઉપયોગી સાબિત થશે. નૌકાદળને મળશે એન્ટિ-મિસાઇલ સુરક્ષા ભારતીય નૌકાદળ માટે એક્ટિવ ઑફબોર્ડ ડિકોય સિસ્ટમ (AODS) અને અન્ય આધુનિક નેવલ પ્લેટફોર્મની ખરીદીના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી છે. AODS દુશ્મન તરફથી છોડવામાં આવતી આધુનિક એન્ટિશિપ મિસાઇલૉ સામે રક્ષણ મેળવવામાં મદદ કરશે. આ સિસ્ટમ મિસાઈલોને જહાજથી દૂર દોરવામાં મદદરૂપ થઈ શકે છે, જેથી નૌકાદળના જહાજોની સૂરક્ષા વધુ મજબૂત બને.

અન્ય નેવલ પ્લેટફોર્મ ભારતમાં જ ડિઝાઇન અને તૈયાર કરવામાં આવશે, જેનાથી દેશની સ્વદેશી ડિફેન્સ ઉત્પાદનને પણ પ્રોત્સાહન માળશે. હેલિકોપ્ટર, હથિયારો અને નવા રડાર મળશે ભારતીય વાયુસેના માટે હેલિકોપ્ટર, એર ડિફેન્સ સિસ્ટમ, વિવિધ હથિયારો અને મોબાઈલ એક્સ બેંડ ડોપલર વેધર રેડાર સિસ્ટમની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી મળી છે. સ્પેશિયલ યુટિલિટી હેલિકોપ્ટર્સ વાયુસેનાની હવાઈ પરિવહન સંબંધિત જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે. મોબાઈલ એક્સ બેંડ ડોપલર વેધર રેડાર સિસ્ટમ સરહદી અને ફોરવર્ડ વિસ્તારોમાં હવામાનની વધુ ચોક્કસ અને સ્થાનિક સ્તરની સચોટ માહિતી આપશે. આ માહિતી ઓપરેશન દરમિયાન આયોજન અને નિર્ણય લેવામાં વધુ ઉપયોગી બની શકે છે.

82 ટકા ખરીદી ભારતમાંથી જ થશે આ સમગ્ર પ્રસ્તાવની સૌથી મહત્વની બાબત એ છે કે લગભગ 82 ટકા ખરીદી ભારતીય ઉદ્યોગો પાસેથી જ કરવાની યોજના છે, તેનાથી દેશની ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળે અને દેશ વધુ વિકસિત બને. આ સાથે જ વિદેશી સપ્લાય પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસોને વધુ વેગ મળે.





















