HomeAllટ્રેનમાં રાત્રે ૧૧ થી સવારે પ વાગ્યા સુધી મો.ફોન-લેપટોપ-પાવર બેંક ચાર્જિંગ બંધ

ટ્રેનમાં રાત્રે ૧૧ થી સવારે પ વાગ્યા સુધી મો.ફોન-લેપટોપ-પાવર બેંક ચાર્જિંગ બંધ

ટ્રેનમાં: રાત્રે ૧૧ થી સવારે પ વાગ્યા સુધી મો. આગ-અકસ્માતો અટકાવવા રેલવે તંત્રનો નિર્ણય : નવી દિલ્હી તા. ર૮: ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષા માટે નિર્ણય લીધો છે. હવે ટ્રેનમાં રાત્રે ૧૧ થી સવારે પ વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રાખવામાં આવશે. પાવર બેંક ફાટવાની ઘટના બાદ આ નિર્ણય કડક કરાયો છે.

ટ્રેનમાં આગની ઘટનાઓ રોકવા અને શોર્ટ સર્કિટ ટાળવા માટે રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને કડક અમલ કરવા આદેશ આપ્યો છે. નિયમભંગ કરનાર સ્ટાફ સામે કાર્યવાહી થશે. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવેએ રાત્રિના સમયે ટ્રેનના કોચમાં મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રાખવાના નિયમોને કડક રીતે અમલમાં મૂકવાની સૂચના આપી છે. રેલવે બોર્ડે તમામ ઝોનલ રેલવેને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, ટ્રેનના ડબ્બાઓમાં રાત્રે ૧૧.

૦૦ વાગ્યાથી સવારે પ. ૦૦ વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ફરજિયાતપણે બંધ રાખવામાં આવે અને આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં ન આવે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. દક્ષિણ પૂર્વ રેલવેમાં ચાલુ ટ્રેન દરમિયાન ચાર્જિંગ પર મૂકેલી એક પાવર બેંક ફાટવાની ઘટના પ્રકાશમાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, દુર્ઘટના સમયે કોચમાં નિયમ મુજબ ચાર્જિંગ પોઈન્ટ બંધ કરવામાં આવ્યા નહોતા.

આ ઘટનાને ગંભીરતાથી લઈને રેલવે બોર્ડે નક્કી કરેલા સમયમાં ચાર્જિંગ સુવિધા બંધ રાખવા અંગે કડક વલણ અપનાવ્યું છે. ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં શોર્ટ સર્કિટ, બેટરી ઓવરહીટિંગ કે શોર્ટ સર્કિટના કારણે ટ્રેનમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા માટે આ એહતિયાતી પગલું લેવાયું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ૧૯-જૂન-ર૦૧૪ અને માર્ચ-ર૦ર૧ માં પણ રેલવેએ આ અંગેના આદેશો બહાર પાડ્યા હતાં. રેલવે બોર્ડે સંબંધિત ઓનબોર્ડ સ્ટાફ અને કર્મચારીઓને નિર્ધારિત સમયે ચાર્જિંગ પોઈન્ટ બંધ કરવાના કડક આદેશ આપ્યા છે. આ નિયમનું યોગ્ય પાલન થાય છે કે નહીં તેની ચકાસણી માટે અધિકારીઓ અને સુપરવાઈઝરોને ટ્રેનોમાં અચાનક (સરપ્રાઈઝ) તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

નિયમ પાલનમાં કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. રેલવેએ મુસાફરોને પણ સલાહ આપી છે કે, તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા જ પોતાના મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો ચાર્જ કરી લે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments