HomeAllસરકારી, ગૌચર સહિતની જમીનો પર દબાણો દુર કરવા સરકારે જારી કર્યો આ...

સરકારી, ગૌચર સહિતની જમીનો પર દબાણો દુર કરવા સરકારે જારી કર્યો આ પરિપત્ર

ગાંધીનગર: : ગુજરાતમાં જાહેર રસ્તાઓ, સરકારી પડતર જમીન અને ગૌચર જમીન પર થયેલાં ગેરકાયદે દબાણોના મામલા અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે આવા દબાણો દૂર કરવાની કામગીરીને વેગ આપવા રાજ્યના મહેસૂલ વિભાગે આ જમીનની માપણીની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવાના હેતુથી પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર મુજબ દબાણ દૂર કરવા માટેની માપણીની કામગીરીને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવશે. મહત્વનું છે કે આવા દબાણો દૂર કરવા માટે જમીનની હદ નક્કી કરવી અને સ્થળ પર માપણી કરાવવી જરૂરી બને છે. જોકે, માપણીની પ્રક્રિયામાં વિલંબ થવાથી દબાણ હટાવવાની કામગીરી પણ અટવાતી હોય છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મહેસૂલ વિભાગે માપણીની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે સૂચનાઓ આપી છે. મહેસૂલ વિભાગના પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર રસ્તાઓ, સરકારી પડતર જમીન અને ગૌચર જમીન પરથી દબાણ દૂર કરવા માટે કરવામાં આવતી માપણી વિનામૂલ્યે હાથ ધરવામાં આવશે. એટલે કે, દબાણ હટાવવાની કામગીરીના ભાગરૂપે થતી માપણી માટે ફી લેવામાં આવશે નહીં. સરકારના આ નિર્ણયથી જાહેર રસ્તાઓ પરનાં દબાણો દૂર કરવામાં, સરકારી જમીનોનું રક્ષણ કરવામાં તેમજ ગૌચરની જમીનોને દબાણમુક્ત બનાવવાની કામગીરીમાં ઝડપ આવવાની શક્યતા છે. ખાસ કરીને ગામડાંઓમાં ગૌચરની જમીન અને જાહેર ઉપયોગની સરકારી જમીનો પરનાં દબાણો દૂર કરવાની પ્રક્રિયામાં આ નિર્ણય ઉપયોગી સાબિત થઈ શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments