HomeAllવિજસંકટને પહોંચી વળવા ઉનાળા સુધીની એડવાન્સ તૈયારી

વિજસંકટને પહોંચી વળવા ઉનાળા સુધીની એડવાન્સ તૈયારી

ગાંધીનગર: વિજળીની અછતને કારણે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ અશ્વનીકુમારનું સમયપત્રક હાલ અત્યંત વ્યસ્ત બની ગયું છે. બેઠકો, વીડિયો કોન્ફરન્સ અને દિલ્હીની વારંવારની મુલાકાતો વચ્ચે. તેઓ રાજ્યમાં વીજ પુરવઠો જાળવી રાખવા અને જરૂરી સંસાધનો એકત્ર કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. આ પડકારજનક પરિસ્થિતિમાં વીજળીની માગ અને ઉપલબ્ધતા વચ્ચે સંતુલન જાળવવું સરળ નથી. જોકે, અશ્વનીકુમારના પ્રયાસોની રાજકીય તેમજ વહીવટી ક્ષેત્રના તેમના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રશંસા થઇ રહી હોવાનું જાણવો મળે છે.

હાલમાં વીજળીની અછતને પહોંચી વળવી સૌથી મોટી પ્રાથમિકતા છે, પરંતુ આગામી પડકારને ધ્યાનમાં રાખીને પણ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અશ્વનીકુમારના જણાવ્યા અનુસાર, માર્ચ-એપ્રિલ દરમિયાન વીજળીની માગમાં સંભવિત વધારાને પહોંચી વળવા માટે આગોતં આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વીજળીની માગને પહોંચી વળવા માટે ઊર્જા વિભાગે અત્યારથી જ સક્રિય થવું પડયું છે. રાજ્યમાં વીજકાપ પરવડે તેમ ન હોવાથી વિભાગના અધિકારીઓ માટે હાલ રાહતનો શ્વાસ લેવાનો પણ સમય નથી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments