HomeAllસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 12 એકરમાં ફેલાયેલું કૃત્રિમ રેઈનફોરેસ્ટ શરૂ : હવે...

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 12 એકરમાં ફેલાયેલું કૃત્રિમ રેઈનફોરેસ્ટ શરૂ : હવે આખું વર્ષ માણી શકાશે વરસાદની મજા

ગુજરાતનાં: એકતા નગર ખાતે આવેલાં વિશ્ર્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પ્રવાસીઓ માટે એક નવું અને અનોખું આકર્ષણ ઉમેરાયું છે. અહીં 12 એકર ક્ષેત્રફળમાં ફેલાયેલું એક આર્ટિફિશિયલ રેઈનફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં ચોમાસાની ઋતુ સિવાય પણ પ્રવાસીઓ આખું વર્ષ વરસાદી વાતાવરણ અને કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકશે. રૂા. 12 કરોડના ખર્ચે તૈયાર થયેલો આ પ્રોજેક્ટ ભારતમાં પોતાની જાતનો પ્રથમ પ્રયોગ માનવામાં આવે છે. આ રેઈનફોરેસ્ટમાં કૃત્રિમ વરસાદનો અનુભવ કરાવવા માટે 20 જેટલા રેઈન-ગન ટાવર્સ ગોઠવવામાં આવ્યા છે.

આ સિવાય પ્રવાસીઓને આકર્ષવા માટે બબલ ફાઉન્ટેન, કુદરતી ધોધ અને ભારતના વિવિધ રાજ્યોના પ્રતિનિધિત્વ કરતા ખાસ વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે, જે સમગ્ર વિસ્તારને અત્યંત લીલોછમ અને મનમોહક બનાવે છે. આ નવતર આકર્ષણનું મુખ્ય કેન્દ્ર 35 મીમી જાડાઈ ધરાવતા 132 કોરિયન ગ્લાસ પેનલ્સથી બનેલો સર્ક્યુલર ગ્લાસ સ્કાઈવોક છે. આ ઊંચાઈ પર બનાવેલા કાચના પુલ પર ચાલીને પ્રવાસીઓ નીચે ફેલાયેલા રેઈનફોરેસ્ટનો નજારો જોઈ શકશે અને રોમાંચક અનુભવ કરી શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમેરાયેલા આ નવા નજરાણાથી પ્રવાસીઓના અનુભવમાં વધુ એક ખાસ પ્રકરણ ઉમેરાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments