HomeAllમોરબીમાં CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા ૨૫ નાગરિકોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત

મોરબીમાં CAA હેઠળ પાકિસ્તાનથી આવેલા ૨૫ નાગરિકોને ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત

મોરબી: તા. ૦૪ નવેમ્બર, ૨૦૨૬, નાગરિકતા સંશોધન કાયદા (CAA) હેઠળ પાકિસ્તાનથી ભારત આવેલા ૨૫ લાયક અરજદારોને મોરબી ખાતે ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે અને જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એસ. જે. ખાચરના હસ્તે આ પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભારત સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંતર્ગત ૨૫ લાયક અરજદારોને ભારતીય નાગરિકતા પ્રદાન કરવામાં આવતા તેમના જીવનમાં આનંદ, સંતોષ અને ગૌરવની લાગણી પ્રસરી હતી. ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થતાં અરજદારો માટે આ ક્ષણ યાદગાર બની હતી.

આ પ્રસંગે તમામ નાગરિકતા પ્રાપ્ત કરનાર અરજદારોએ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments