HomeAllમોરબીના નિલેશ કૈલા અને દીપક જીવાણીની ટંકારા-મોરબીના કેળવણી નિરિક્ષક તરીકે વરણી

મોરબીના નિલેશ કૈલા અને દીપક જીવાણીની ટંકારા-મોરબીના કેળવણી નિરિક્ષક તરીકે વરણી

મોરબી: મોરબી અને ટંકારના કેળવણી નિરીક્ષક તરીકે પસંદગી પામવા બદલ નિલેશભાઈ કૈલા અને દીપકભાઈ જીવાણીને મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયાએ શુભકમનાઓ પાઠવી છે. વર્ષ 2004માં ધો. 8થી 10ના ટ્યુશન વર્ગોથી શિક્ષણયાત્રા શરૂ કરનાર નિલેશભાઈ કૈલાએ વર્ષ 2007માં શ્રી નવસર્જન ખાનગી શાળાની સ્થાપના કરી હતી અને વર્ષ 2011માં વાંકાનેર તાલુકાની જામસર તાલુકા શાળામાં ગણિત-વિજ્ઞાનના શિક્ષક તરીકે નિમણૂક મેળવ્યા બાદ, વર્ષ 2014માં એચટેટ પરીક્ષા ઉત્તીર્ણ કરીને મોરબી તાલુકાની બાજીરાજબા ક્ધયા શાળામાં આચાર્યપદ સંભાળ્યું હતું.

હાલ આ શાળામાં 465 દીકરીઓ અભ્યાસ કરે છે અને શાળા કેન્દ્ર સરકારની પીએમ શ્રી યોજનામાં પણ પસંદ પામી છે. તેમજ નવયુગના ભૂતપૂર્વ શિક્ષક દીપકભાઈ જીવાણીની સફળતા પણ નવયુગ પરિવાર માટે વિશેષ આનંદનો અવસર છે. વિદ્યાર્થીઓના મનમાંથી ગણિતનો ડર દૂર કરીને વિષય પ્રત્યે રસ જગાવવાની તેમની આગવી શિક્ષણશૈલી આજે પણ યાદગાર છે. નવયુગમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થયેલા દીપકભાઈની આ સિદ્ધિને વધાવતાં સમગ્ર નવયુગ પરિવાર ગૌરવ અનુભવે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments