HomeAllમોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 146 કરોડનો પ્લાંટ બનશે

મોરબીમાં કચરામાંથી ગેસ બનાવવા 146 કરોડનો પ્લાંટ બનશે

મોરબી: મોરબીમથી દરરોજનો જે કચરો નીકળે છે તેમાંથી ગેસ બનાવવા માટેનો 146 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટને મંજૂર કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં મોરબીના લાલપર ગામની નજીક આવેલ મહાપાલિકાની ડમ્પીંગ સાઈડ ખાતે 13 એકરમાં પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે આ ઉપરાંત મચ્છુ નદીમાંથી ગાંડી વેલને કાયમી ધોરણે દૂર કરવા માટે, નંદીઘર સુધી ઘાસચારાને પહોંચાડવા માટે મહત્વના નિર્ણય કરવામાં આવેલ છે અને મહાકાલિકાના ગ્રાઉન્ડમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા છે તેના બિલમાં વિસંગતતા હોવાથી હાલમાં બિલને અટકાવી દેવામાં આવેલ છે. મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયાના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગઇકાલે મળી હતી અને આ બેઠકમાં મોરબી શહેરમાંથી એકત્રિત કરવામાં આવતા કચરામાંથી ગેસ બનાવવા માટે 146 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે અને મોરબીના લાલપર ગામની નજીક આવેલ મહાપાલિકાની ડમ્પીંગ સાઈડ ખાતે 13 એકરમાં પ્લાન્ટ તૈયાર કરીને ત્યાં દૈનિક 250 ટન કચરાનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને આ પ્રોજેકટ માટે એજન્સી 60 ટકા અને કોર્પોરેશન 40 ટકા રોકાણ કરશે તેમજ સરકાર તરફથી પણ ગ્રાન્ટ આપવામાં આવશે. અને હાલમાં જે એજન્સીને કામ સોંપવામાં આવશે તે આગામી 15 વર્ષ સુધી પ્લાન્ટનું સંચાલન કરશે અને ત્યારબાદ તમામ મશીનરી કોર્પોરેશનને આપી દેશે.

મોરબી મહાપાલિકાના 46 જેટલા કંડમ વાહનોની હરાજી કરવાથી મહાપાલિકાને 32 લાખ રૂપિયાની આવક થઇ છે જો કે, મહાકાલિકાના ગ્રાઉન્ડમાં 10,000 ચોરસ ફૂટ વિસ્તારમાં પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી છે. તેનું 18 લાખનું બિલ આવ્યું છે જેથી આ બિલને હાલમાં ભાવમાં વિસંગતતાને લીધે અટકાવી દેવામાં આવ્યું છે તો મોરબીના શોભેશ્વર રોડ ઉપર વોર્ડ નં-5 માં હાઈમાસ્ક ટાવર લાઇટ ઊભી કરવામાં આવશે, મોરબીમાંથી પસાર થતી મચ્છુ નદીમાં ગાંડી વેલના કારણે ગંદકી, મચ્છરનો ઉપદ્રવ સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે જેથી તેને કાયમી ધોરણે દૂર કરવા માટે અન્ય કોર્પોરેશન દ્વારા જે રીતે મશીનનો ઉપયોગ કરીને ગાંડી વેલનો નિકાલ કરવામાં આવે છે તેવી જ રીતે મચ્છુ નદીમાંથી ગાંડી વેલનો નિકાલ કરવામાં આવશે. મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નંદીઘર ખાતે રાખવામાં આવતા નંદીઓ માટે દાતાના સહકારથી ઘાસચારો મળી રહે છે પરંતુ ઘાસચારાને ત્યાં પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્ન ઉભો થતો હતો જેથી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરીને ઘાસચારાને નંદીઘર સુધી પહોંચાડવા માટેનો તમામ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ મહાપાલીકા દ્વારા પૂરો પાડવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments