
મોરબી: મોરબીના જલારામ ધામ ખાતે ઠા. છગનભાઈ ભલાભાઈ (હ. ઉપેન્દ્રભાઈ કાથરાણી) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો 190 દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધીના 61 કેમ્પમાં કુલ 16828 લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે. સમગ્ર ગુજરાત ની નંબર 1 આંખ ની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની 4 તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.4-ના રોજ વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો.

જેનો 190 દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત 87 લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં હોસ્પીટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો.

સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, રમણીકભાઈ ચંડીભમર, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
























