HomeAllમોરબીમાં ૨૨૭મી જલારામ જયંતીની ભવ્ય ઉજવણી

મોરબીમાં ૨૨૭મી જલારામ જયંતીની ભવ્ય ઉજવણી

ભવ્ય શોભાયાત્રા, કેક કટિંગ અને મહા આરતીમાં હજારો ભાવિકજનો જોડાયા

મોરબી: ભગવાન જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતીની મોરબીમાં ભક્તિભાવ અને ઉત્સાહભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જલારામ બાપાના ભક્તો અને ભાવિકજનો જોડાયા હતા.

જલારામ જયંતિ નિમિત્તે મોરબીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સરદારબાગ પાસે કેક કાપીને જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ જલારામ બાપાના જયઘોષથી ભક્તિમય બની ગયું હતું.

ઉજવણીના ભાગરૂપે સાંજના સમયે ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહા આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિકજનો જોડાઈ જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાના માહોલમાં જલારામ બાપાની ૨૨૭મી જયંતિની ઉજવણી સંપન્ન થઈ હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments