HomeAllસાઈબર ફ્રોડનો ડર ખતમ : આરબીઆઈનો નવો નિયમ કરશે પૈસાની સુરક્ષા

સાઈબર ફ્રોડનો ડર ખતમ : આરબીઆઈનો નવો નિયમ કરશે પૈસાની સુરક્ષા

ઓનલાઈન: બેન્કીંગ અને ડિજિટલ લેવડ દેવડની સાથે સાથે વધતા સાઈબર ફ્રોડ પર લગામ કસવા માટે આરબીઆઈએ નવો નિયમ લાગુ કરી દીધો છે. આથી ગ્રાહકોના પૈસાની સુરક્ષા મજબૂત બનાવવામાં મદદ મળશે. આરબીઆઈએ પોતાના હાલના દિશા નિર્દેશોમાં કહ્યુંં છે કે ગેર બેન્કીંગ પેમેન્ટ સિસ્ટમ ચલાવનારી કંપનીઓએ સાઈબર હુમલા સિસ્ટમમાં ગંભીર વિઘ્ન અને નિકાલમાં વિલંબ જેવી અસામાન્ય ઘટનાઓની સૂચના તેનો પતો લગાવવાના 6 કલાકમાં દેવું ફરજીયાત થશે. સાઈબર એકસપર્ટસનું માનવું છે કે આ નિયમથી ડિજીટલ છેતરપીંડી વધવાના ખતરા પર અંકુશ લાગશે.

આ નિર્દેશ અંતર્ગત બધી બિન બેન્કીંગ પેમેન્ટ સીસ્ટમ ઓપરેટર્સ (પીએસઓ) એ નિર્ધારિત 6 કલાકોની સમયસીમામાં એક નિશ્ર્ચિત ફોર્મેટમાં આરબીઆઈને આવી ઘટનાઓની સૂચના આપવી પડશે. આથી નિયામકને ઝડપથી હસ્તક્ષેપ કરવા પેમેન્ટ ઈકો સીસ્ટમ સામે આવનારા ખતરાની બહેતર વોચ રાખવામાં મદદ મળશે. આરબીઆઈએ પેમેન્ટ કંપનીઓ માટે છેતરપીંડીનો પતો લાગવાના 6 કલાકમાં ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સી પ્રતિક્રિયા દલ (સીઈઆરટીઈન)ને કોઈપણ સાઈબર સુરક્ષા ઘટનાની સૂચના આપવી પણ ફરજીયાત કરી દેવાઈ છે. વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે ડિજીટલ લેવડ-દેવડના ઝડપથી થઈ રહેલા વિસ્તાર અને પાયાના માળખાને નિશાન બનાવનાર સાઈબર ખતરાની વધતી જટીલતા વચ્ચે આ પગલું ખૂબ જ મહત્વનું થઈ જાય છે.

આરબીઆઈએ સંશોધીત અને સખ્ત સાઈબર સુરક્ષા દિશા-નિર્દેશોનું સ્વાગત કરતા 63 સેટસ સાઈબર ટેકના સંયુક્ત મેનેજીંગ ડિરેકટર (એમડી) અને મુખ્ય કાર્યપાલક અધિકારી (સીઈઓ) શ્રીનિવાસ એલએ કહ્યું છે. કે કેન્દ્રીય બેન્કે વિખરાયેલા પરિપત્રોને એક સ્પષ્ટ નિયમાવલીમાં બદલી નાખ્યા છે અને આથી બધા બહાના સમાપ્ત થઈ ગયા છે. તેમાં સૌથી મહત્વની વાત થર્ડ પાર્ટી એપ્લીકેશનના સોર્સકોડને પોતાની પાસે રાખવા કે તેને એસ્કો (સુરક્ષિત રક્ષણ)માં રાખવા ફરજીયાત છે.

એપોલો ઈન્ફોવેજના સંસ્થાપક અને સીઈઓ રવિ પ્રકાશના અનુસાર 6 કલાકમાં સાઈબર ઘટનાની સૂચના આપવાની અનિવાર્ય સમયસીમા એ સ્પષ્ટ સંદેશ આપે છે કે સાઈબર સુરક્ષા હવે માત્ર પ્રતિક્રિયાત્મક પાલનનું કાર્ય નહીં રહી શકે, આરબીઆઈએ ભારતના ડિજીટલ પેમેન્ટની ઈકોલોજી તંત્રને અધિક સક્ષમ અને સજગ બનાવવાની દિશામાં એક રણનીતિક પગલું ઉઠાવ્યું છે. નેરિકસ ટેકનોસર્વના સીઈઓ શુભાષીશ મજૂમદારે કહ્યું છે કે આ નિયમન પ્રતિક્રિયાત્મક સુરક્ષાથી સક્રીય સાઈબર મજબૂતી તરફ ફેરફારને રેખાંકીત કરે છે. 6 કલાકમાં સૂચના આપવાની અનિવાર્યતાથી પેમેન્ટ ઓપરેટર્સને મજબૂત દેખરેખ અને જોખમ મેનેજમેન્ટ માળખામાં રોકાણ કરવા માટે પ્રેરિત કરશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments